તેકનાફ (બાંગ્લાદેશ) : રોહિંગ્યા મુસ્લિમ શરણાર્થીઓ આ સપ્તાહના મધ્યમાં પરત મ્યાનમાર મોકલવાથી બચવા માટે બાંગ્લાદેશ શરણાર્થીઓ શિબિરોમાંથી ભાગી રહ્યાં છે. સમુદાયના નેતાઓએ સોમવારે આ માહિતી આપી હતી. અધિકારી રોહિંગ્યા શરણાર્થીઓને બુધવારથી મ્યાનમાર પરત મોકલવાની યોજના બનાવાઈ રહી છે. આ શરણાર્થી મ્યાનમારમાં તેમના પર થયેલ અત્યાચાર બાદ ત્યાંથી ભાગી નીકળ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રએ આ ક્રુરતાને નસ્લીય સફાયાનું નામ આપ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમુદાયના નેતાઓના મુજબ, આ શક્યતાએ શિબિરમાં રહેતા લોકોને આતંકીય કર્યા છે, અને એવા કેટલાક પરિવારો, જેમને સૌથી પહેલા મોકલવામાં આવનાર છે, તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે. જામતોલી શરણાર્થી શિબિરના નૂર ઈસ્લામે કહ્યું કે, અધિકારી શરણાર્થીઓને સતત પરત જવા માટે પ્રેરિત કરવાના પ્રયાસો કરી રહ્યાં છે. તેમનાથી વિરુદ્ધ શરણાર્થીઓ ભયભીય થઈને બીજા શિબિરમાં ભાગી રહ્યાં છે. 


યોજના અંતર્ગત બુધવારથી અંદાજે 2260 રોહિંગ્યા મુસલમાનોને દક્ષિણ પૂર્વી કોક્સ બજાર જિલ્લાની સીમાથી સ્વદેશ પરત મોકલવાના છે. 



ઉલ્લેખનીય છે કે, ભારતે ગત મહિને આસામમાં ગેરકાયદેસર રીતે રહેતા સાત રોહિંગ્યા પ્રવાસીઓને ગૂરુવારે તેમના મૂળ દેશ મ્યાનમારમાં પરત મોકલ્યા હતા. ભારત દ્વારા ઉઠાવવામાં આવેલ આ પહેલુ પગલુ હતું. આ ગેરકાયદેસર પ્રવાસીઓને 2012માં પકડવામાં આવ્યા હતા અને તેના બાદ તેઓ આસામના સિલચર સ્થિત કછાર કેન્દ્રીય જિલ્લામાં બંધ હતા. 


આસામના અતિરિક્ત પોલીસ મહાનિર્દેશક (સીમા) ભાસ્કર જે.મહંતે જણાવ્યું કે, મ્યાનમારના સાત નાગરિકોને ગુરુવારે પરત મોકલવામાં આવ્યા છે. આ પ્રવાસીઓને મણિપુરમાં મોરેહ સીમા ચૌકી પર મ્યાનમાર અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.