કોરોના સંક્ટ વચ્ચે કુવેતથી ભારતીય કામદારો માટે આવ્યા ખરાબ સમાચાર
કોરોના સંકટ (Coronavirus)ની વચ્ચે કુવેત (Kuwait) આવેલા એક સમાચારે ભારતીય કામદારોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કુવેતે લગભગ સાડા ત્રણ મહિના બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ ભારત સહિત કેટલાક દેશોને તેમાંથી બહાર રાખ્યા છે. એટલે કે ભારતના નાગરિક હાલ કુવેત જઇ શકશે નહીં.
નવી દિલ્હી: કોરોના સંકટ (Coronavirus)ની વચ્ચે કુવેત (Kuwait) આવેલા એક સમાચારે ભારતીય કામદારોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. કુવેતે લગભગ સાડા ત્રણ મહિના બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ ભારત સહિત કેટલાક દેશોને તેમાંથી બહાર રાખ્યા છે. એટલે કે ભારતના નાગરિક હાલ કુવેત જઇ શકશે નહીં.
કુવેત સરકારે ગુરૂવારે જણાવ્યું કે, 1 ઓગસ્ટથી ભારત (India, પાકિસ્તાન (Pakistan), નેપાળ (Nepal), શ્રીલંકા (Srilanka), ઈરાન (Iran), બાંગ્લાદેશ (Bangladesh) અને ફિલીપીંસ (Philippines)થી આવતા લોકોને છોડી અન્ય દેશોમાં રહેતા કુવેતી નાગરિક અને પ્રવાસી અવર-જવર કરી શકે છે.
આ પણ વાંચો:- અમેરિકા સાથે યુદ્ધ કરવા ચીન તૈયાર? South China Seaમાં ઉતાર્યા શક્તિશાળી બોમ્બર
કુવેત સરકારના આ નિર્ણયની સૌથી વધારે માર તે ભારતીય કામદારો પર પડશે, જે કોરોનાના કારણે કુવેતથી ભારત આવ્યા અને અહીં ફસાઇ ગયા. એવામાં કામદારોની નોકરી પણ ખતરામાં પડી શકે છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, કેટલાક કામદારના વીઝા પણ પૂરા થવા આવ્યા છે અને કુવતે સરકારના વલણના કારણે તેના રિવ્યૂ થવા મુશ્કેલ છે.
સરકારે શરૂ કરી વાતચીત
ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર, ભારત સરકારે આ મામલો ગંભીતાથી લીધો છે અને પ્રશાસનિક સ્તર પર તેને ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવી રહી છે. વિમાન મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, કુવતની સરકાર સાથે વિમાન સંચાલન ફરી શરૂ કરવા માટે વાતચીત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:- કોરોનાથી આ દેશ સંકટમાં, રાષ્ટ્રપતિ બાદ પ્રથમ મહિલા અને કેબિનેટ મંત્રી વાયરસથી સંક્રમિત
પહેલાથી જ લટકી રહી છે તલવાર
ઉલ્લેખનીય છે કે, કુવેતમાં રહેતા લગભગ 8 લાખ ભારતીયો પર પહેલાથી જ દેશ છોડવાની તલવાર લટકી રહી છે. કુવેત સરકારે વિદેશી કામદારોને લઇ એક નવો નિયમ તૈયાર કર્યો છે. જો આ રાષ્ટ્રીય વિધાનસભા મંજૂરી આપે છે તો લાખો ભારતીયો પરિવાર પર તેની અસર જોવા મળશે. રાષ્ટ્રીય વિધાનસભાની કાયદો અને વિધાનસભા સમિતિ પહેલાથી જ વિદેશીઓને દેશના આધાર પર કોટા નક્કી કરનાર આ બિલને બંધારણીય જાહેર કરાયું છે.
આ પણ વાંચો:- કોરોના સંકટના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નહી યોજાય: ડોનાલ્ડ ટ્રમ્પ
બિલ અનુસાર કુવેતની કુલ આબાદીમાં ભારતીયોની સંખ્યા 15 ટકાથી વધારે ન હોવી જોઇએ. ગલ્ફ ન્યૂઝ અનુસાર જો આ કાયદાને મંજૂરી મળી જાય છે તો લગભગ 8 લાખ ભારતીયોને દેશ છોડવો પડી શકે છે. કેમ કે, વિદેશની નાગરિકોમાં સૌથી વધુ 14.5 લાખની ભાગીદારી એકલા ભારતીયોની છે. કુવેતની હાલની આબાદી 43 લાખ છે જેમાંથી કુવેતી નાગરીકની સંખ્યા લગભગ 13 લાખ છે જ્યારે વિદેશીઓની આબાદી 30 લાખ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube