Syria emergence as narco state: એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અત્યાર સુધી સિરીયા આઈએસઆઈએસના આતંકને લઈને ચર્ચામાં હતું પરંતુ હવે તેના તાનાશાહ શાસક બશર અલ અસદને કારણે ચર્ચામાં આવ્યું છે. તેમના પર આરોપ છે કે તેમણે સિરીયામાં નશાની જે ગોળી કેપ્ટાગોન (Captagon pills) ના વેપારને પ્રોત્સાહન આપ્યું છે અને માલામાલ થયા છે તે જ ગોળીએ યુવાઓને ધીરે ધીરે મોતના મુખમાં ધકેલ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમના દેશોમાં તો તેનો ઉપયોગ ડિપ્રેશનમાંથી રાહત મેળવવા માટે અનેક વર્ષોથી ઉપયોગ થતો રહ્યો. પરંતુ ત્યારબાદ જ્યારે નશા અંગેની વિગતો સામે આવી તો તેના ઉપયોગ પર રોક લગાવવામાં આવી. આ ગોળી વિશે થોડા સમય પહેલા સુધી એવું માનવામાં આવતું હતું કે તેનું ઉત્પાદન આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(ISIS) ની આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આથી તેને મીડિલ ઈસ્ટમાં ડ્રગ ઓફ ટેરેરિસ્ટ નું નામ પણ મળ્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક અહેવાલ છપાયેલો છે જે મુજબ સીરિયાના શક્તિશાળા રાષ્ટ્રપતિ બશર અલ અસદ (Bashar al-Assad) તો ખુલ્લેઆમ આ નશાની ગોળી કેપ્ટાગોનના ઉત્પાદનની સાથે તેના વેચાણને પ્રોત્સાહન આપી રહ્યા છે. અસદ નશાના આ ગેરકાયદેસર વેપાર દ્વારા એક સમૃદ્ધ વિસ્તારને નાર્કો સ્ટેટમાં ફેરવી રહ્યા છે.


જો કે સીરિયાની સરકારે અનેકવાર કેપ્ટાગોનના ઉત્પાદન સાથે સંકળાયેલા હોવાની વાતે ફગાવી છે અને કહ્યું કે જે પણ અહેવાલો આવ્યા છે તે બધા ખોટા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સીરિયાના ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે 'સીરિયા અપરાધ સાથે લડવાના આંતરરાષ્ટ્રીય પ્રયત્નોનું સમર્થન કરે છે, ખાસ કરીને ડ્રગ તસ્કરીની વિરુદ્ધ.'


જો કે આ સમગ્ર મામલે કેટલાક અન્ય સંગઠનોએ પણ તપાસ હાથ ધરી હતી. તેમના જણાવ્યાં મુજબ આ ડ્રગ સીરિયાની મુખ્ય નિકાસ બની ગઈ છે. અત્રે જણાવવાનું કે સીરિયાની સરકારની ડ્રગ્સમાં સંડોવણી અંગે અમેરિકી થિંક ટેંક ન્યૂલાઈન ઈન્સ્ટિટ્યૂટ ઉપરાંત જોર્ડન, ઈટાલી સહિત અનેક દેશોના કોસ્ટગાર્ડના રિપોર્ટ ઉપરાંત ન્યૂયોર્ક ટાઈમ્સ અને ધ ગાર્ડિયનના રિપોર્ટ, સેન્ટર ફોર ઓપરેશનલ એનાલિસિસ અને રિસર્ચ થા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ આ બધા સંગઠન પણ સીરિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવતા રહ્યા છે. તેમણે કરેલી તપાસમાં જાણવા મળ્યું છે કે બશર અલ અસદના અનેક ખાસ લોકો આ કાળી કમાણીના ગંદા ખેલમાં સામેલ છે. નાના ભાઈ માહેર અલ અસદ પણ સામેલ છે જે સીરિયાની સેનાની ચોથી ડિવિઝનના કમાન્ડર છે. 


એક રિસર્ચ મુજબ (ન્યૂલાઈન ઈન્સ્ટિટ્યૂટ રિસર્ચ) ગયા વર્ષે કેપ્ટાગોનના ગેરકાયદેસર વેપારથી 5.7 અબજ ડોલર કમાણી થઈ. થિંક ટેંકના રિપોર્ટમાં કહેવાયું છે કે પાકા પાયે તો ન કહી શકાય કે તેમાંથી કેટલો પૈસો સીરિયાની સરકાર પાસે સીધો ગયો પરંતુ કહી શકાય કે તેમાંથી મોટો ભાગ આ લોકોના ખિસ્સામાં જઈ રહ્યો હશે. અત્રે જણાવવાનું કે ઈરાકના સુરક્ષાદળોને 30 એપ્રિલના રોજ કેપ્ટાગોનની લગભગ 60 લાખ ગોળીઓ મળી હતી. આ કાર્યવાહી દરમિયાન નશાના અનેક વેપારીઓની પણ ધરપકડ થઈ હતી. જે સીરિયા સાથે સંકળાયેલા હતા. સમગ્ર મીડલ ઈસ્ટમાં આ ગોળીનો ગેરકાયદેસર વેપાર થાય છે. 


Kili Paul: જેમના ટેલેન્ટથી PM મોદી પણ થયા હતા ઈમ્પ્રેસ, તે કિલી પોલ પર જીવલેણ હુમલો


Ukraine Russia War: રશિયાએ ઓડેસા પર મિસાઈલથી હુમલોનો કર્યો દાવો, અમેરિકી હથિયારો પર સાધ્યું નિશાન


બીચ પર જાઓ તો સાવધાન...સમુદ્ર કિનારે મળે છે આવી ઢીંગલીઓ, વૈજ્ઞાનિકો છે ચિંતાતૂર જાણો કેમ?


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube