પૂર્વ રાષ્ટ્રપતિની યુવતીને ખભે બેસાડેલી સહિત અનેક પ્રાઈવેટ તસવીરો વાયરલ, વિદ્રોહીઓએ લૂંટ્યો મહેલ
સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદની શર્ટલેસ અને પ્રાઈવેટ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલથઈ રહી છે. આ તસવીરો વિદ્રોહીઓએ અસદના દમિશ્ક અને અલેપ્પો સ્થિત મહેલો પર કબજા કર્યા બાદ વાયરલ કરી છે.
સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદની શર્ટલેસ અને પ્રાઈવેટ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલથઈ રહી છે. આ તસવીરો વિદ્રોહીઓએ અસદના દમિશ્ક અને અલેપ્પો સ્થિત મહેલો પર કબજા કર્યા બાદ વાયરલ કરી છે. બશર અલ અસદે 25 વર્ષ સુધી સીરિયા પર શાસન કર્યું. વિદ્રોહીઓના વધતા દબાણના કારણે પછી ભાગીને રશિયામાં શરણ લેવી પડી.
તસવીરોમાં અસદ અનેક અનૌપચારિક અને અજીબોગરીબ પોઝમાં જોઈ શકાય છે. એક તસવીરમાં તેઓ કેમેરા સાથે શર્ટલેસ સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે. જ્યારે બીજી તસવીરમાં ફક્ત અંડરવિયરમાં સ્કૂટર ચલાવતા જોવા મળે છે. એક અન્ય તસવીરમાંતેઓ સ્પીડો પહેરીને પોતાના બાઈસેપ્સ દેખાડે છે.
પરિવારની ખાનગી તસવીરો પણ વાયરલ
આ તસવીરોમાં બશર અલ અસદના પિતા હાફિઝ અલ અસદની એક તસવીર પણ સામેલ છે. જેમાં તેઓ અંડરવિયરમાં પોઝ આપતા જોવા મળે છે. હાફિઝ અલ અસદે 2000માં પતોાના મૃત્યુ સુધી સીરિયા પર શાસન કર્યું હતું. આ ઉપરાંત બશર અલ અસદની પત્ની સાથે તસવીરો પણ મળી છે. જેમાં તેઓ પત્નીને વિંટી પહેરાવતા અને એક મહિલાને પોતાના ખભે બેસાડેલી જોવા મળે છે.
આ તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર અસદની ખુબ મજાક ઉડી રહીછે. અલ ઝઝીરાના પત્રકાર સાદ અબેદીને આ તસવીરો શેર કરતા કહ્યું કે લોકોને અનેક દિવસો સુધી ડરામણા સપના આવશે. જ્યારે સીરિયન પત્રકાર હુસ્સામ હમ્મૈદે અસદ પરિવારની આ તસવીરો અંગે જાહેર ફેન્ટસીની ટીકા કરી. તેમણે લખ્યું કે અસદ પરિવારને અંડરવિયરમાં તસવીરો પડાવવાનો આટલો શોખ કેમ છે. આ સમજવું રસપ્રદ હશે.
વાયરલ તસવીરોનો શું અર્થ
આ તસવીરોએ અસદની છબીને વધુ નબળી કરી છે. એક નેતા કે જે એક સમયે પોતાની તાકાત અને કડક શાસન માટે જાણીતા હતા. હવે તેમની પ્રાઈવેટ તસવીરો તેમની નબળાઈ અને ખાનગી જીવનને ઉજાગર કરી રહ્યા છે. આ સીરિયાના ઇતિહાસમાં એક નવો અધ્યાય છે. જ્યાં વિદ્રોહીઓએ ફક્ત સત્તાને પડકાર આપ્યું એટલું જ નહીં પરંતુ એક તાનાશાહના ખાનગી જીવનને પણ જાહેર કરી દીધુ.
અસદનું પહેલું નિવેદન
મહલ પર કબજો અને તસવીરો વાયરલ થયા બાદ બશર અલ અસદે પોતાનું પહેલું નિવેદન બહાર પાડ્યું. તેમણે કહ્યું કે સીરિયાથી મારી વિદાય ન તો પહેલેથી નક્કી હતી કે ન તો તે યુદ્ધના અંતિમ પળોમાં થઈ. અસદે જણાવ્યું કે રશિયાએ તેમને ડ્રોન્સ હુમલાના જોખમના કારણે તરત દેશમાંથી બહાર કાઢ્યા. મોસ્કોએ 8 ડિસેમ્બરની સાંજે તરત બહાર આવવાની અપીલ કરી હતી.
બશર અલ અસદે 2000માં પોતાના પિતા હાફિઝ અલ અસદ બાદ સત્તા સંભાળી હતી. તેમની સરકાર 8 ડિસેમ્બરના રોજ વિદ્રોહી સમૂહ હયાત તહરીર અલ શામ(HTS) અને તેમના સહયોગીઓના હુમલાઓ બાદ પડી હતી. અત્રે જણાવવાનું કે HTS પહેલા અલ કાયદા સાથે જોડાયેલું હતું. એણે જ અસદના મજબૂત ગણાતા મૂળિયાને હલાવી નાખ્યા.
વિદ્રોહીઓએ મહેલ લૂટ્યો
દમિશ્ક અને અલેપ્પોમાં અસદના મહેલો પર કબજો કર્યા બાદ વિદ્રોહીઓએ ત્યાંથી કિમતી સામાન લૂંટી નાખ્યો. આ એક એવા દેશમાં થયું છે જ્યાં 2011માં શરૂ થયેલા ગૃહયુદ્ધ બાદથી લક્ઝરીનો અર્થ માત્ર એક વધુ દિવસ જીવિત રહેવું એવો બની ગયો છે.
ગૃહયુદ્ધનું બેકગ્રાઉન્ડ
સીરિયામાં 2011થી શરૂ થયેલા ગૃહયુદ્ધે દેશને બરબાદીની કગાર પર પહોંચાડી દીધો. બશર અલ અસદ વિરુદ્ધ જનતાનો અસંતોષ અને વિદ્રોહીઓની વધતી તાકાતે દેશને માનવીય સંકેટમાં ધકેલી હીધો. અસદે પોતાના શાસન દરમિયાન ક્રૂરતા અને તાનાશાહીનો સહારો લીધો. પરંતુ વિદ્રોહીઓ અને આંતરરાષ્ટ્રીય દબાણ આગળ દેશ છોડવો પડ્યો.