ન્યૂયોર્કઃ બેડ બાથ એન્ડ બિયોન્ડ ઇંકનના ચીફ ફાઇનાન્શિયલ એડવાઇઝરનું ન્યૂયોર્કના ત્રિબેકા સ્કાઇક્રેપરનું 18મા માળેથી પડી જવાથી મોત થયું છે. તેને ડેંગા ટાવરના નામથી પણ ઓળખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે 52 વર્ષના ગુસ્તાવો અર્નલે બેડ બાથ એન્ડ બિયોન્ડ 2020માં જોઈન કર્યું હતું. તેમની લિંક્ડઇન પ્રોફાઇલ પ્રમાણે તે પહેલા એક કોસ્મેટિક બ્રાન્ડ એવન માટે કામ કરતા હતા. ત્યારબાદ તેમણે પ્રોડક્ટ એન્ડ ગેમ્બલ માટે પણ કામ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્નલના મોત બાદ લોકોએ પોલીસને જાણકારી આપી હતી. પોલીસ પહોંચ્યા બાદ તેમની ઓળખ થઈ શકી હતી. નોંધનીય છે કે 16 ઓગસ્ટે અર્નલે કંપનીના 55,013 શેર વેચી દીધા હતા. નોંધનીય છે કે ઘરમાં દરરોજ ઉપયોગ થતો સામાન બનાવનારી કંપની જે ક્યારેક સફળતાની ઉંચાઈઓ પર હતી, તે આજે સંકટની સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. પોતાની બ્રાન્ડના ચક્કરમાં તેને ખુબ નુકસાન થયું છે. 


પાછલા સપ્તાહે કંપનીએ પોતાના 150 સ્ટોર બંધ કરવાની જાહેરાત કરી હતી. આ સિવાય કર્મચારીઓની છટણી અને પૈસા બચાવવાની રણનીતિ પર પણ કંપની કામ કરી રહી છે. કંપનીના વેચાણમાં સતત બીજા ક્વાર્ટરમાં 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 


સતત નુકસાનને જોતા કંપનીએ કેટલાક ફેરફાર કર્યા છે. એક ઈન્ડિપેન્ડેટ બોર્ડ ડાયરેક્ટર સૂ ગોવને પણ હાયર કર્યા છે. ગોવ પ્રમાણે પાછલા સપ્તાહે વેચાણમાં તેજી જોવા મળી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube