ખૂબ ખતરનાક છે બેરિલ વાવાઝોડું, જ્યાંથી પસાર થયું, ત્યાં કર્યો સફાયો, આ દેશોમાં થયું નુકસાન
આ વિનાશકારી વાવાઝોડાએ એવો હાહાકાર મચાવ્યો છે કે ઘણી જગ્યાએ જાણે લોકોના ઘર સાફ થઈ ગયા છે. ઘર જડમૂળથી સાફ થઈ જતાં ઘણા લોકો બેઘર થઈ ગયા છે.
જમૈકાઃ જમૈકા સહિતના દેશમાં બેરિલ નામનું વાવાઝોડું તાંડવ મચાવી રહ્યુ છે. ચોથી શ્રેણીનું આ વાવાઝોડુ જેમ જેમ આગળ જઈ રહ્યુ છે, તેમ તેમ વિનાશ વેરતું જઈ રહ્યુ છે. આ વાવાઝોડાએ કેરેબિયન સાગરમાં રહેલા એક ટાપુ પર એવુ તો તાંડવ કર્યુ કે લગભગ આખો ટાપુ જ સાફ થઈ ગયો છે. ત્યારે કેવું છે બેરિલ વાવાઝોડું અને કેટલો વેર્યો છે વિનાશ. જોઈએ આ અહેવાલમાં...
બેરિલ નામનું વાવાઝોડા હાલ કેરેબિયન દેશોમાં હાહાકાર મચાવી રહ્યુ છે. મેક્સિકો હોય કે જમૈકા હોય, બારબાડોસ હોય કે ગ્રેન્ડા હોય, આ એ તમામ જગ્યાઓ છે કે જ્યાં બેરિલ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. બેરિલ નામનું વાવાઝોડું કોઈ સામાન્ય વાવાઝોડું નથી. કેમ કે આ વાવાઝોડાને ચોથી કેટેગરીમાં મુકવામાં આવ્યું છે. પરંતુ જે રીતે પવનની ગતિ 257 કિલોમીટર પ્રતિ કલાકની ચાલી રહી છે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે આ વાવાઝોડું હજુ વધુ વિનાશ વેરીને જ જંપશે.
આ વાવાઝોડા સમયે હવાઓ એટલી ઝડપી ચાલી રહી છે કે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચુક્યુ છે. વીજળી અને પાણી ઠપ્પ થઈ ગયા છે, તો અનેક ઘરોના છાપરા ઉડી ગયા છે. તો સાથે જ ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર પાણી ફરી વળ્યાં છે.
બેરિલ વાવાઝોડાની તાકાત જોવી હોય તો આ દ્રશ્યો જોઈ લો. હજુ તો વાવાઝોડું મેક્સિકો પહોંચ્યું પણ ન હતું અને તે પહેલા વાવાઝોડાએ બંદર પર લાંગરેલી અનેક બોટને ઉંધી વાળી દીધી છે. તો પાણીના મોજા પણ એવા ઉછળી રહ્યા છે કે પાણીમાં રહેલી બોટ કાગળની બોટની જેમ ઉછળી રહી છે.
બેરિલ વાવાઝોડાની ગતિ અંદાજે અઢી સો કિમી પ્રતિ કલાકની માનવામાં આવી રહી છે. ત્યારે તેની અસર દરિયામાં સ્પષ્ટ જોવા મળી રહી છે. દરિયામાં એટલા વિશાળ મોજા ઉછળી રહ્યા છે, જે લોકોને ડરાવી રહ્યા છે. કેમ કે આ મોજા સેફ્ટી વોલ કુદીને લોકોના ઘર સુધી પહોંચ્યા છે.
બેરિલ વાવાઝોડું જે રીતનો વિશાન વેરી રહ્યુ છે, તેના પરથી લોકો આ વાવાઝોડાને એક મોન્સ્ટર જ ગણાવી રહ્યા છે. કેમ કે વાવાઝોડાના કારણે લોકોના ઘરના છાપરા પત્તાની જેમ વિખેરાઈ રહ્યા છે. તો સાથે જ પવન પણ એટલો ફૂંકાઈ રહ્યો છે કે લોકોનું જીવવું હરામ થઈ ગયુ છે. સાથે જ વરસાદ પણ એટલો વરસી રહ્યો છે કે અનેક જગ્યાએ પર પાણી ભરાઈ ગયા છે. તો દરિયા કિનારા પર લાંગરેલી બોટ જાણે ઉછળીની એકબીજા પર આવી ગઈ છે. તો અનેક બોટનો જાણે કચ્ચરઘાણ નીકળી ગયો છે.
આ પણ વાંચોઃ એક એવા ધર્મગુરૂ જેના કહેવાથી 900 લોકોએ કરી લીધી હતી આત્મહત્યા, જાણો તેની કહાની
વિનાશકારી બેરિલ વાવાઝોડાએ મેક્સિકોને જાણે ઘમરોળી નાંખ્યું છે. વાવાઝોડા સમયે એટલો ઝડપી પવન ફૂંકાયો કે ઘણી જગ્યાએ વીજપોલના થાંભલા ઉખડી ગયા છે. તો લોકોના મકાનો તો જાણે જમીનદોસ્ત જ થઈ ગયા છે. આ વાવાઝોડાએ એટલો વિનાશ વેર્યો છે કે હવે લોકો પ્રાર્થના કરી રહ્યા છે આ બેરિલ વાવાઝોડું શાંત થાય...
બેરિલ વાવાઝોડાએ ક્યાં ક્યાં વિનાશ વેર્યો તેની વાત કરીએ તો
મેક્સિકો
જમૈકા
બારબાડોસ
સેંટ લૂસિયા
ગ્રેનેડાઈન દ્વીપ સમૂહ
આ ઉપરાંત તેનમી પાસે આવેલા
ડોમિનિકા અને હૈતીમાં પણ બેરિલ વાવાઝોડાની અસર જોવા મળી છે.
જો હરિકેન વાવાઝોડાની વાત કરીએ તો તેને ટ્રોપિકલ સાયક્લોન કહેવામાં આવે છે. હરિકેન વાવાઝોડા આ કેટેગરીમાં સૌથી ખતરનાક થઈ જાય છે. આવા ચક્રવાત દરિયાની અંદર પેદા થતાં હોય છે. જેમાં સમુદ્રની અંદર તાપમાન વધે તો તેના ઉપર રહેલી ગરમ હવા વધારે ઉપર જતી રહી છે અને તેની જગ્યાએ ઠંડી હવા આવી જાય છે. જે બાદ જ વિનાશકારી વાવાઝોડાનું જન્મ થાય છે.
આમ તો 150 કિમી પ્રતિ કલાકની ઝડપમાં માણસ હવામાં ઉડી જાય છે. ત્યારે બેરિલ વાવાઝોડા સાથે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. તેના પરથી સ્પષ્ટ અંદાજો લગાવી શકાય છે કે આ વાવાઝોડા જ્યાંથી પણ પસાર થઈ રહ્યુ છે, ત્યાં તે પોતાના વિનાશકારી નિશાન છોડતું જઈ રહ્યું હશે.