Donald Trump: અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2024માં ફરી રાષ્ટ્રપતિની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે ત્યાં તેમની સામે હાલની સરકાર જુદા જુદા આરોપો હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે. જેમાં 2016ની ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન એક પોર્ન સ્ટારને અંગત સંબંધો બાબતે મોં બંધ રાખવા મોટી રકમ ચૂકવવા બાબત ના આરોપોનો સામનો કરી રહેલ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ એવા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેઓ સામે અમેરિકામાં કાર્યવાહી થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે સ્થાનિક રાજકીય ,સામાજિક અને વ્યાપાર જગતના ભારતીય આગેવાનો ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં હોવાનુ અને ટ્રમ્પ આ વિવાદોમાં સાંગોપાંગ પાર ઊતરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.ભારતીય અમેરિકનો બાયડન સરકારની નીતિરીતિ અને કામગીરીથી નારાજ હોવાનુ જણાય આવે છે.


આ પણ વાંચો:  Gold Silver: ભાભીની ઇચ્છા પૂરી કરવાનો ભાઇને મળ્યો મોકો,કારણ કે સસ્તું થઇ ગયું છે સોનું
આ પણ વાંચો:  કોણ છે જસનીત કૌર! જેના ફોટોગ્રાફ જોઈ પેન્ટ ભીનું થઈ જાય,ફોલોઅર્સને મોકલે છે નગ્ન PIC
આ પણ વાંચો:  સ્ત્રીના સંતોષ માટે પુરૂષના લીંગની જાડાઇ અને લંબાઇ કેટલી હોવી જોઇએ? આ રહ્યો જવાબ


પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ 30થી વધુ ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલ છે. જેઓ 2024ની અમેરિકન ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાની દિશામાં મોખરે હોવાનુ મનાય છે. પરંતુ આ કાનૂની વિવાદ તેઓની ઉમેદવારી જાહેર થવાના આડે મોટી મુસીબત બની શકે છે. જોકે અમેરિકન સરકારની આ નીતિ રીતિ સામે ડોનાલ્ડ ટ્રમ્પના વ્યક્તિગત અને રાજકીય સમર્થકો ખૂબ જ આક્રોશિત છે. સ્થાનિક ભારતીય સમર્થકો પણ આ વિવાદિત મુદ્દે ટ્રમ્પના સમર્થનમાં મજબૂતાઈથી ઊભા છે. જેઓ આ  તમામ કાર્યવાહી રાજકીય પજવણી હોવાનુ જણાવી પોતે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તમામ કાયદાકીય વિવાદોમાં નિર્દોષ છૂટશે તેમ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો: 120 Rs સસ્તો થઈ જશે LPG ગેસ : 8 Rs ઘટશે CNGના ભાવ, હિટ છે નેચરલ ગેસની નવી ફોર્મ્યુલા
આ પણ વાંચો: Weight Loss: આ રીતે બટાકા ખાશો તો ચોક્કસ ખટી જશે વજન, વૈજ્ઞાનિકોએ કર્યો દાવો
આ પણ વાંચો: ના પંચરનું ટેન્શન ના તો હવા નિકળવાનો ડર, આવી રહ્યા છે આવા ટાયર, જાણો ડિટેલ્સ


આ અંગે અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ લોસ એન્જલસ સ્થિત લેબોન હોસ્પિટાલીટી ગૃપના ચેરમેન અને રિપબ્લિકન પાર્ટીના આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે બાયડન સરકાર રાજકીય દ્વેષવૃત્તિથી પીડાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્તિત્વ છે. તેઓએ આતંકવાદ વિરોધી ચળવળ અને સ્થાનિક તેમજ વિશ્વ વ્યાપાર વ્યવસ્થામાં અમેરિકાની સ્થિતિ મજબૂત કરી હતી. બાયડન સરકાર રાજકીય અને સુરક્ષા વ્યાપાર એમ તમામ ક્ષેત્રે નિષ્ફળ રહી છે. અમેરિકામાં ચીન અને પાકિસ્તાન હિતેચ્છુઓ સ્થાન મજબૂત બનતા અમેરિકન હિતોને વ્યાપક નુકશાન થઈ રહયું છે.


ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની જોડી ભારતીય અને અમેરિકન હિતોના રક્ષણ અને સંવર્ધન માટે તેમજ વૈશ્વિક આતંકવાદને નાથવા શ્રેષ્ઠ નિર્ણયશક્તિ ધરાવતી જોડી હતી. જોકે આગામી અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ જ રિપ્લિકન પાર્ટીના ઉમેદવાર જાહેર થશે અને તે પહેલા તેમના ઉપર લાગેલ કાયદાકીય વિવાદોમાં તે સંપૂર્ણ નિર્દોષ જાહેર થશે તેમ પણ અમારી લાગણી છે.


આ પણ વાંચો: 8th Pay Commission પર આવ્યું મોટી અપડેટ, કર્મચારીઓના પગારમાં થશે બમ્પર વધારો
​આ પણ વાંચો: આ સરકારી આદેશ બદલી દેશે લોકોની જીંદગી, દરેક ભારતીયને મળશે સીધો 7 લાખનો ફાયદો
​આ પણ વાંચો: ગેસ સિલિન્ડર પર મળે છે 50 લાખ રૂપિયા સુધીનો મફત વીમો : જાણો તમારા અધિકારો અને નિયમો
​આ પણ વાંચો: દેશનું એકમાત્ર ગામ...જ્યાં પ્લાસ્ટિક આપતાં મળે છે સોનું, કારણ જાણીને ચોંકી જશો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube