અમદાવાદ: અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેને શુક્રવારે વ્હાઇટ હાઉસ (White House) કોમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફની જાહેરાત કરી છે. બાઇડેનની આ ટીમમાં ગુજરાતી મૂળના વેદાંત પટેલને પણ સ્થાન મળ્યું છે. વેદાંત પટેલનું મૂળ વતન કડી તાલુકાનું ભાવપુરા છે.  વેદાંત પટેલને આસિસ્ટેંટ પ્રેસ સેક્રેટરી (Assistant Press Secretary)તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ઘણા સમયથી બાઇડેટ સાથે જોડાયેલા હતા. બાઇડેને 16 લોકોની નિયુક્તિની જાહેરાત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેદાંત પટેલનો જન્મ ગુજરાતમાં થયો છે પરંતુ ઉછેર કેલિફોર્નિયામાં થયો હતો અને તેઓ યુનિ. ઓફ કેલિફોર્નિયાના ગ્રેજ્યુએટ છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીના રૂપમાં તેઓ ભીજા ભારતીય અમેરિકન છે. પટેલ પહેલાં પ્રિયા  સિંહ વ્હાઇટ હાઉસની પ્રેસ એન્ડ કોમ્યુનિકેશન શાખામાં પ્રથમ ભારતીય મૂળના હતા.

Today Gold Price: ચાંદીમાં ભાવમાં થયો 2000 રૂપિયાનો ઉછાળો, સોનું પણ થયું મોંઘું


બાઇડેનના પ્રચારમાં વેદાંત પટેલે નેવાદા અને પશ્વિમી રાજ્યોના કોમ્યુનિકેશન ડાયરેક્ટરની ભૂમિકા ભજવી હતી. આ પહેલાં તે ભારતીય મૂળની રાજનેતા પ્રમિલા જયપાલ માટે કોમ્યુનિકેશન ડાયરેક્ટર માટે કામ કરી ચૂક્યા છે. તેમણે ડેમોક્રેટિક નેશનલ કમિટીમાં વેસ્ટર્ન રીઝનલ પ્રેસ સેક્રેટરી અને રાજનેતા માઇક હોંડા કોમ્યુનિકેશન નિર્દેશક તરીકે પણ કામ કર્યું છે. 

માર્કેટ કડકભૂસ: સેન્સેક્સમાં 2100 પોઇન્ટનો ઘટાડો, રોકાણકારોના 6.80 લાખ કરોડથી વધુ ડૂબ્યા


તેમણે ઓબામા વહીવટી તંત્રમાં 2009થી મે 2010 સુધી ઓ પદ પર કામ કર્યું હતું. ત્યાર પછી રાજ શાહે ટ્રમ્પ વહીવટી તંત્રમાં 2017થી 2019 સુધી વ્હાઇટ હાઉસનાનાયબ  પ્રેસ સેક્રેટરી તરીકે ફરજ બજાવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube