પાકિસ્તાન આતંકવાદ મામલે વધુ મોટો પર્દાફાશ, અમેરિકાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
પાકિસ્તાન (Pakistan) આતંકવાદીઓને (Terrorist) મદદ કરી રહ્યું હોવા મામલે વધુ એક મોટો પર્દાફાશ થયો છે. અમેરિકાના (US) આતંકવાદ અંગેના વાર્ષિક રિપોર્ટમાં (Annual Report) આ અંગે ચોંકાવનારો ખુલાસો કરાયો છે.
નવી દિલ્હી : પાકિસ્તાનની નાપાક હરકતોનો વધુ એકવાર પર્દાફાશ થયો છે. પાકિસ્તાનમાં હજુ પણ આતંક ઉછરી રહ્યો હોવાનો ખુલાસો બીજા કોઇએ નહીં પરંતુ વિશ્વની મહાસત્તા અમેરિકાએ જ કર્યો છે. અમેરિકાના સ્ટેટ રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાનની સરજમીન પર આજે પણ આતંકવાદ વકરી રહ્યો છે. અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના વાર્ષિક રિપોર્ટમાં પાકિસ્તાન સામે ફરી એકવાર સવાલો કરાયા છે. આ રિપોર્ટમાં ભારતને આતંકવાદ વિરૂધ્ધની લડાઇમાં અમેરિકાના સાથી મિત્ર તરીકે દર્શાવાયો છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણવા જુઓ LIVE TV