નવી દિલ્હી: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન વિદેશ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રલાયે યૂક્રેનમાં આવેલા પોતાના દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરવાની જાહેરાત કરી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે કે દેશના પશ્વિમી ભાગોમાં હુમલા સહિત યૂક્રેનમાં ઝડપથી બગડતી સુરક્ષા સ્થિતિને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે યૂક્રેનમાં ભારતીય દૂતાવાસને પોલેન્ડમાં અસ્થાયી રૂપથી શિફ્ટ કરવામાં આવશે. આગળની ઘટનાઓ વિશે સ્થિતિનો રિવ્યૂ કરવામાં આવશે. 


દૂતાવાસના ઇનપુટ જરૂરી
તમને જણાવી દઇએ કે ભારતીય દૂતાવાસ સતત પોતાના તે નાગરોકોના સંપર્કમાં છે જે ત્યાં હજુપણ ફસાયેલા છે. તો બીજી તરફ દૂતાવાસની જ મદદથી અત્યાર સુધી તમામ ભારતીયોને યુદ્ધ સ્થળથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. યૂક્રેનમાં હાલ ભારતીય દૂતાવાસ સમયાંતરે લોકો માટે એડવાઇઝરી જાહેર કરતી રહે છે, જેથી ત્યાં હાજર લોકોને ખૂબ મદદ મળે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube