Dubai ના Jebel Ali Port પર રહસ્યમયી વિસ્ફોટ, દહેશતમાં લોકો
સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈના જેબેલ અલી પોર્ટ પર ગત રાતે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે સ્થાનિકોમાં ભારે ગભરાહટનો માહોલ છે.
દુબઈ: સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈના જેબેલ અલી પોર્ટ પર ગત રાતે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે સ્થાનિકોમાં ભારે ગભરાહટનો માહોલ છે. આ વિસ્ફોટ એક કન્ટેનરમાં આગ લાગવાના કારણે થયો હતો. આ કન્ટેનર એક શિપમાં રાખવામાં આવ્યું હતું. જે જેબેલ અલી પોર્ટ પર ઊભું હતું. દુબઈ મીડિયા ઓફિસે પણ બ્લાસ્ટની ખબરની પુષ્ટિ કરી છે.
આગ ઓલવવામાં સિવિલ ડિફેન્સની ટીમ કાર્યરત
દુબઈ મીડિયા ઓફિસ તરફથી એક નિવેદન બહાર પાડીને કહેવાયું છે કે જેબેલ અલી પોર્ટ પર રહેલા એક કન્ટેનરમાં આગ લાગી છે. દુબઈ સિવિલ ડિફેન્સની ટીમ આગ ઓલવવાનું કામ કરી રહી છે.
અત્રે જણાવવાનું કે ગત રાતે કન્ટેનરમાં થયેલા વિસ્ફોટના અવાજથી દુબઈના મેરિના વિસ્તારમાં રહેતા લોકો દહેશતમાં આવી ગયા હતા. સ્થાનિકોના જણાવ્યાં મુજબ વિસ્ફોટના અવાજથી તેમના ઘરના દરવાજા અને બારી હલવા લાગ્યા હતા. તેઓ ખુબ ડરી ગયા હતા. હજુ પણ વિસ્તારમાં દહેશતનો માહોલ છે.
પોલીસ અધિકારીએ કહ્યું કે કન્ટેનરમાં વિસ્ફોટ કયા કારણે થયો તે હજુ જાણવા મળ્યું નથી. તપાસ થઈ રહી છે. જો કોઈ દોષિત જણાશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
તેમણે કહ્યું કે આ વિસ્ફોટના દરેક પહેલુની તપાસ થઈ રહી છે. વિસ્ફોટ કયા કારણે થયો તે જલદી સામે આવશે. ઘટના પાછળ કોઈ આતંકવાદી જૂથનો તો હાથ નથી તેની પણ તપાસ થઈ રહી છે. દોષિતોનો છોડવામાં નહીં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube