• બાંગ્લાદેશમાં હિંદુઓ ખતરામાં

  • બાંગ્લાદેશ બની રહ્યું છે પાકિસ્તાન?

  • હિંદુઓ માટે આટલું ઝેર કેમ?

  • ઘર લૂંટ્યા, નોકરી છીનવી લીધી

  • બાંગ્લાદેશમાં હિંદુઓને ભૂખે મારવાનું કાવતરું

  • હિંદુઓ પર અત્યાચાર, સરકાર કેમ ચૂપ?


Bangladesh News: શેખ હસીનાની તખ્તાપલટ પછી બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત અત્યાચાર થઈ રહ્યો છે... બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની સરકાર આવ્યા છતાં પણ હિંદુઓ પર હુમલા અટકવાનું નામ લઈ રહ્યા નથી... હવે હિંદુઓને નોકરીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે... અને જબરદસ્તીથી તેમને રાજીનામા  અપાવી રહ્યા છે... ત્યારે બાંગ્લાદેશમાં હિંદુઓની કેવી છે સ્થિતિ? જાણો વિગતવાર આ અહેવાલમાં... 


  • બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહ્યા છે ખતરો

  • હવે હિંદુઓને નોકરીમાંથી અપાવી રહ્યા છે રાજીનામાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેખ હસીનાની તખ્તાપલટ પછી પણ બાંગ્લાદેશમાં આ શું થઈ રહ્યું છે? હિંદુઓ પર વધી રહેલી હુમલાઓની ઘટનાથી બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનું શાસન આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે.બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ મુહમ્મદ યુનુસે પીએમ મોદી સાથે ફોન પર વાત કરી હતી. જેમાં તેમણે દેશમાં હિંદુઓની સુરક્ષાનું આશ્વાસન આપ્યું હતું... તેમ છતાં પણ હુમલાની ઘટના અટકવાનું નામ લઈ રહી નથી. જેના કારણે હિંદુઓ સતત ખૌફમાં જીવન પસાર કરી રહ્યા છે. આવા જ એક વિસ્તારમાં અમારા સંવાદદાતા પહોંચ્યા, જ્યાં તેમણે મંદિરના પૂજારી સાથે ખાસ વાત કરી.


હિંદુઓ પર હુમલાની ઘટના હજુપણ ચાલુ છે. તેની વચ્ચે સરકારી સંસ્થાનોમાં મોટા પદ પર રહેલાં તમામ હિંદુ અધિકારીઓને નોકરીમાંથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે. જેના પરથી એવું લાગે છે કે વિદ્યાર્થીઓનું આંદોલન તો માત્ર બહાનું છે, બાંગ્લાદેશને કટ્ટરપંથીઓ ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા માગે છે. ત્યારે એ જોવું રહ્યું કે બાંગ્લાદેશમાં પીડિત હિંદુઓ માટે ભારત સરકાર શું એક્શન લેશે?