સતત વધી રહ્યો છે કોન્ડોમ વિના સેક્સ કરવાનો ટ્રેન્ડ! છોકરા-છોકરીઓની કબૂલાત, જાણો કારણ
WHO Warning: ના હોય પણ આ રિપોર્ટે ખોલી દીધી છે પોલ... WHO અનુસાર, યુરોપિયન દેશોમાં લગભગ એક તૃતીયાંશ છોકરાઓ અને છોકરીઓએ સ્વીકાર્યું છે કે તેઓએ તેમના છેલ્લા શારીરિક સંબંધો દરમિયાન કોન્ડોમ અથવા ગર્ભનિરોધક ગોળીઓ લીધી નથી, જેને પગલે ઘણી સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
Condoms Use Report : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નવા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. એવું કહેવામાં આવ્યું છે કે કિશોરોમાં કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ ઘટી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુરોપિયન દેશોમાં લગભગ એક તૃતીયાંશ છોકરાઓ અને છોકરીઓએ સ્વીકાર્યું છે કે તેઓ છેલ્લા શારીરિક સંબંધો દરમિયાન કોન્ડોમ કે ગર્ભનિરોધક ગોળીઓ નથી લીધી. કારણકે, તેમને કન્ફર્ટ નથી રહેતું. 2018થી આ આદતમાં કોઈ ફેરફાર થયો નથી. જેના કારણે અસુરક્ષિત શારીરિક સંબંધોને કારણે થતા રોગો અને અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ વધી ગયું છે.
ગર્ભનિરોધક ગોળીઓનો નથી લેતી છોકરીઓ-
રિપોર્ટ અનુસાર, છેલ્લે કોન્ડોમ અથવા જન્મ નિયંત્રણ ગોળીઓનો ઉપયોગ કરતી છોકરીઓની સંખ્યા 63 ટકાથી ઘટીને 57 ટકા થઈ ગઈ છે. મતલબ કે લગભગ એક તૃતીયાંશ કિશોરો શારીરિક સંબંધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરતા નથી.
જાણો શું છે આ કારણ-
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સર્વે મુજબ 2014 થી 2022 સુધી ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ સ્થિર રહ્યો છે. 15 વર્ષની વયની 26 ટકા છોકરીઓએ શારીરિક સંબંધ સમયે ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. નીચલા મધ્યમ વર્ગના પરિવારોના 33% કિશોરોએ કોન્ડોમ અથવા જન્મ નિયંત્રણ ગોળીઓનો ઉપયોગ કર્યો ન હતો, જ્યારે ઉચ્ચ વર્ગના પરિવારોના કિશોરોનો આંકડો 25% હતો.
WHO ડેટા શું કહે છે?
WHOએ તાજેતરમાં યુરોપ અને મધ્ય પૂર્વના 42 દેશોમાં એક સર્વે કર્યો હતો. જેમાં 15 વર્ષની વયના 2,42,000 કિશોરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવેલા પ્રશ્નો અનુસાર, છેલ્લી વખત કોઈની સાથે સંબંધ બાંધતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરનારા છોકરાઓની સંખ્યા 2014માં 70% થી ઘટીને 2022 માં 61% થઈ ગઈ છે.
WHO યુરોપના ડાયરેક્ટર હંસ ક્લુગે કહે છે કે આજે પણ યુરોપના ઘણા દેશોમાં સેક્સ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું નથી. યુવાનોને અસુરક્ષિત સેક્સના જોખમો અને ગેરફાયદા વિશે યોગ્ય સમયે ન જણાવવાને કારણે કોન્ડોમ વિના કરે છે સેક્સ, જેને કારણે પણ આ પ્રકારની સમસ્યા વધી રહી છે.
(DISCLAIMER : સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલાં તમારે સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ.)