જે ગુજરાતી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની તૈયારી કરી રહ્યા હોય તેમને મોટો ઝટકો લાગી શકે છે. કારણ કે હાલમાં જ પ્રધાનમંત્રી એન્થની એલ્બાનીઝ સરકારે સ્ટુડન્ટ વિઝા ફીને બમણા કરતા પણ વધુ કરવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયામાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મામલે ભારતીયો બીજા નંબરે છે. એવું કહેવાય છે કે ઓસ્ટ્રેલિયન સરકારે માઈગ્રેશન પર લગામ કસવા માટે આ પગલું ભર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલી થઈ વિઝા ફી?
નવી વ્યવસ્થા હેઠળ વિદ્યાર્થીઓએ હવે 1600 ઓસ્ટ્રેલિયન ડોલર ભરવા પડશે. જે અગાઉ 710 ઓસ્ટ્રેલિયન ડોલર હતા. એટલું જ નહીં ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝિટલ અને મેરીટાઈમ્સ ક્રુ વિઝાધારક હવે ઓસ્ટ્રેલિયામાં રહેવા દરમિયાન સ્ટુડન્ટ વિઝા માટે પણ અરજી કરી શકશે નહીં. તેની અસર ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પર પડે તેવી શક્યતા છે. 


મીડિયા રિપોર્ટ્સ મુજબ ગૃહમંત્રાલય અને સાઈબર સિક્યુરિટી મામલાઓના મંત્રી ક્લેયર અને ઓ નીલે કહ્યું કે આજથી લાગૂ થઈ રહેલા ફેરફાર અમારી આંતરરાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થાની અખંડિતતાને બહાલ કરવામાં મદદ કરશે અને એવી માઈગ્રેશન સિસ્ટમ તૈયાર કરશે જે નિષ્પક્ષ હશે, નાની હશે અને ઓસ્ટ્રેલિયા માટે સારા પરિણામ આપનારી હશે. 


એવા પણ ખબર છે કે ઓસ્ટ્રેલિયાની સરકારે આ નિર્ણય એટલા માટે પણ લીધો છે કારણ કે ફક્ત એવા વિદ્યાર્થીઓને જ  વિઝા મળી શકે જે ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થામાં મદદરૂપ થઈ શકે. સરકારી આંકડા દર્શાવે છે કે ઓસ્ટ્રેલિયાના શિક્ષણ સંસ્થાનોમાં 2022માં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. આ ઉપરાંત 1.22 લાખ વિદ્યાર્થીઓ જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2023 દરમિયાન ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા હતા.