એક જ રાતમાં 500 જાપાની સૈનિકોને જીવતા ખાઈ ગયા હતો મગરો, સૌથી ભયંકર હુમલો
Battle Of Ramree Island: બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સૌથી ખતરનાક જાનવરોનો હુમલો જાપાન પર થયો હતો. જેમાં 500 સૈનિકો માર્યા ગયા હતા. જેઓ દલદલમાં ફસાઈ ગયા હતા. 100 મગરોએ તેમના પર હુમલો કર્યો હતો અને તેમને જીવતા ખાઈ ગયા હતા.
ટોક્યોઃ વિશ્વના સૌથી ઘાતક પ્રાણીઓમાં સિંહ, ચિત્તાની સાથે સાથે મગર પણ આવે છે. વિશ્વના સૌથી ઘાતક મગરોના હુમલાની વાત કરીએ તો તે 'રામરી આઇલેન્ડ હત્યાકાંડ' છે જેમાં 500 સૈનિકોને મગરો જીવતા ખાઈ ગયા હતા. રામરી ટાપુ હત્યાકાંડને ઘણા લોકો ઇતિહાસમાં મગરનો સૌથી ખરાબ હુમલો માને છે. આ હત્યાકાંડમાં લગભગ 100 મગરોએ દલદલમાંથી ભાગી રહેલા સૈનિકો પર હુમલો કર્યો હતો.
જાપાની સૈનિકો બન્યા હતા ભોગ
આ ઘટના 79 વર્ષ પહેલાં બની હતી, જ્યારે બ્રિટિશ સૈનિકો બર્મા (મ્યાનમાર)માં બીજા વિશ્વ યુદ્ધમાં લડી રહ્યા હતા. યુદ્ધ દરમિયાન, બ્રિટિશ સૈનિકોએ 1,000 દુશ્મન જાપાની સૈનિકોને મેન્ગ્રોવ જંગલમાં પાછળ ધકેલી દીધા. બંને તરફથી લડાઈ ચાલી રહી હતી. પરંતુ જ્યારે બંને સેનાઓ એકબીજાના હુમલાને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે ત્રીજો દુશ્મન આવી પહોંચ્યો હતો. કમનસીબે, જાપાની સૈનિકોને ખ્યાલ નહોતો કે તેમની સામે બીજો ખતરો પણ રાહ જોઈને ઉભો છે.
આ પણ વાંચોઃ પત્નીનો જીવ બચાવવા આપી હતી કિડની, પણ ડિવોર્સ થતા પતિએ કહ્યું-પાછી આપ મારી કિડની
500 સૈનિકો દલદલમાંથી બહાર આવ્યા ન હતા
પ્રકૃતિવાદી બ્રુસ સ્ટેનલી રાઈટનો દાવો છે કે યુદ્ધનો અવાજ અને લોહીની ગંધ મગરો સુધી પહોંચી ચૂકી હતી. લગભગ 100 મગર આ જવાનોની રાહ જોતા બેઠા હતા. તેમણે વધુમાં કહ્યું, 'ભરતીના પ્રવાહ સાથે મગરોએ મૃત, ઘાયલ અને બિન-ઘાયલ લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું. તે રાત ક્રૂના કોઈપણ સભ્ય માટે સૌથી ભયાનક હતી. તેમણે કહ્યું કે આ હુમલામાં કેટલા સૈનિકો માર્યા ગયા તેની કોઈ ચોક્કસ માહિતી નથી. પરંતુ કદાચ 500 લોકો દલદલમાંથી ક્યારેય બહાર આવ્યા ન હતા.
મગરોએ જે છોડ્યું એને ગીધ ખાઈ ગયા
રાઈટે કહ્યું, 'આ મોટા મગરોએ હુમલો કર્યો ત્યારે ચીસોનો અવાજ આવ્યો હતો. સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો હતો. તે નરક જેવો અવાજ હતો. તેમણે કહ્યું કે મગરો જે કંઈ પણ પાછળ છોડી દીધું હતું તેને ખાવા ગીધ ઉમટ્યા હતા. ધ સનના અહેવાલ મુજબ, રાઈટના દાવાને કારણે માત્ર 20 જાપાની સૈનિકો જ જીવિત બચ્યા હતા. તેમની આ સ્ટોરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં અત્યાર સુધીના સૌથી ભયાનક જાનવરોના હુમલા તરીકે નોંધવામાં આવી છે.