ઇસ્લામાબાદઃ પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ બુધવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી તરીકે શપથ લીધા છે. દેશના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ રાષ્ટ્રપતિ ભવનમાં એક સાદા સમારોહમાં 33 વર્ષીય બિલાવલને શપથ અપાવ્યા છે. આ તકે પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ હાજર રહ્યા હતા. પહેલાંથી તે અટકળો ચાલી રહી હતી કે પાકિસ્તાનની નવી શાહબાઝ સરકારનની કેબિનેટમાં વિદેશ મંત્રીનું પદ બિલાવલ ભુટ્ટોને મળશે. અટકળો ત્યારે વધી ગઈ જ્યારે બિલાવલે લંડન જઈને નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે આશરે એક સપ્તાહ પહેલા બિલાવલે પાકિસ્તાન મુસ્લીમ લીગ નવાઝના સુપ્રીમો નવાઝ શરીફ સાથે લંડનમાં મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન બંનેએ પાકિસ્તાનની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી અને વિશ્વાસ જાહેર કર્યો કે રાજનીતિ અને રાષ્ટ્રીય હિતથી સંબંધિત તમામ મુદ્દા પર મળીને કામ કરીશું. બંનેએ પોતાના સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે જ્યારે સાથે કામ કર્યુ છે ત્યારે ઘણુ હાસિલ કર્યું છે. 11 એપ્રિલે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શાહબાઝ શરીફે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની ગઠબંધન સરકારમાં પીપીપી બીજી સૌથી મોટી પાર્ટી છે. કેબિનેટ સભ્યોના શપથ દરમિયાન પાછલા મંગળવારે પૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પુત્ર બિલાવલ હાજર નહોતા. 


આ પણ વાંચોઃ પુતિનનો ડર થયો દૂર! એક સાથે નાટોમાં સામેલ થવા અરજી કરશે ફિનલેન્ડ અને સ્વીડન, જણાવી તારીખ  


ઈદ બાદ પાકિસ્તાન પરત ફરશે નવાઝ શરીફ
10 વર્ષ માટે કાયદેસર પાસપોર્ટ જારી થવાના એક દિવસ બાદ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ ઈદ બાદ વતન પરત ફરવાની વાત સામે આવી છે. ફેડરલ મિનિસ્ટર જાવેદ લતીફે કહ્યુ કે સ્વદેશ વાપસી બાદ કોર્ટનો સામનો કરશે. એક્સપ્રેસ ટ્રિબ્યૂન અખબારે લતીફના હવાલાથી જણાવ્યુ કે, સ્વદેશ વાપસી બાદ જો નવાઝ શરીફની ધરપકડ નહીં થાય તો તે પીએમએલ-એનની સભાઓનું નેતૃત્વ કરશે. આ સભાઓની આગેવાની પાર્ટી ઉપાધ્યક્ષ મરયમ નવાઝ કરવાની હતી. તેમણે નવાઝ શરીફની પુત્રી મરયમના દેશ છોડીને ભાગવાની વાતને અફવા ગણાવી છે. મંત્રીએ કહ્યું કે નવાઝ શરીફના વતન વાપસીની તારીખ હાલ નક્કી નથી, પરંતુ તે આગામી મહિને આવી શકે છે. 


ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન મુસ્લીમ લીગ-નવાઝના 72 વર્ષીય પ્રમુખ નવાઝ શરીફ પર ભ્રષ્ટાચારના અનેક કેસ છે. કેટલાકમાં તેમને સજા મળી ચુકી છે. નવેમ્બર 2019માં લાહોર હાઈકોર્ટે તેમને સારવાર માટે ચાર સપ્તાહ માટે લંડન જવાની છૂટ આપી હતી, પરંતુ ત્યારથી તે સ્વદેશ પરત ફર્યા નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube