નવી દિલ્હી: દાવોસમાં હાલ વર્લ્ડ ઈકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક ચાલી રહી છે. જેમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરી રહેલા ત્રણ કેન્દ્રિય મંત્રીઓ પીયૂષ ગોયસ, હરદીપ સિંહ પુરી અને મનસુખ માંડવિયાએ ભાગ લીધો હતો. આ દરમિયાન માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા સાથેની બેઠકમાં ભારતના રસીકરણ અભિયાનની ભરપૂર પ્રશંસા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં પાંચ દિવસ ચાલેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કોવિડ-19 મહામારીને કારણે લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે WEFની વાર્ષિક બેઠક અઢી વર્ષ પછી યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં અનેક દેશોના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube