લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સ અને મેલિન્ડા વચ્ચે ઔપચારિક રૂપથી થયા છુટાછેડા
સોમવારે અદાલતી પ્રક્રિયા પૂરી થયા બાદ બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ વચ્ચે છુટાછેડાની તમામ ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ છે. બંનેનો આ સંબંધ 27 વર્ષ ચાલ્યો છે.
ન્યૂયોર્કઃ માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સ વચ્ચે જાહેરાતના ત્રણ મહિના બાદ ઔપચારિક રૂપથી છુટાછેડા થઈ ગયા છે. સોમવારે અદાલતી પ્રક્રિયા પૂરી થયા બાદ બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ વચ્ચે છુટાછેડાની તમામ ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ છે. બંનેનો આ સંબંધ 27 વર્ષ ચાલ્યો છે. મહત્વનું છે કે આ કપલે લગ્નના 27 વર્ષ બાદ 3 મેએ છુટાછેડા માટે અરજી આપી અને જાહેરાત કરી હતી કે બંને આપસી સહમતિથી અલગ થઈ રહ્યાં છે, પરંતુ સાથે પરોપકારી કામ કરતા રહેશે. ગેટ્સે તે સમયે કહ્યુ હતુ કે તે પોતાની વૈવાહિક સંપત્તિને કઈ રીતે વિભાજીત કરે, તેના પર સમજુતી કરી ચુક્યા છે.
પરંતુ સિએટલમાં કિંગ કાઉન્ટી સુપીરિયર કોર્ટમાં સોમવારે દાખલ અંતિમ છુટાછેડાના આદેશમાં તે સમજુતીની કોઈ વિગત આપવામાં આવી નથી. કોર્ટે છુટાછેડાના મામલામાં પૈસા, સંપત્તિને લઈને કોઈ નિર્ણય જારી કર્યો નથી. ઉલ્લેખનીય છે કે 27 વર્ષના લગ્નને તોડવાનો નિર્ણય કર્યા બાદ બંનેએ કહ્યું કે, અમારૂ તે માનવું છે કે હવે અમે એક દંપત્તિના રૂપમાં રહી શકશું નહીં પરંતુ અમારી સંસ્થામાં સાથે કામ કરતા રહીશું.
ટ્વિટર પર એક સંયુક્ત નિવેદનમાં બંનેએ કહ્યું- ખુબ વિચાર કર્યા અને અમારા સંબંધો પર કામ કર્યા બાદ અમે લગ્નથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા 27 કરતા વધુ સમયથી તે એક સંસ્થા ચલાવી રહ્યાં છે જે દુનિયા ભરના લોકોને સ્વસ્થ અને સારૂ જીવન જીવવા માટે સક્ષમ બનાવવા માટે કામ કરે છે.
આ પણ વાંચોઃ ક્યાં પાળવામાં આવે છે સૌથી વધુ બિલાડીઓ? જાણો બિલાડી વિશેની એવી વાતો જે કોઈ નથી જાણતું
મહત્વનું છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સે વર્ષ 1994માં હવાઈમાં લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત વર્ષ 1987માં તે સમયે થઈ હતી જ્યારે મેલિન્ડાએ માઇક્રોસોફ્ટ કંપનીમાં એક પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. કામના સિલસિલામાં રાખેલા એક ડિનર દરમિયાન બિલ ગેટ્સ મેલિન્ડા પર ફિદા થઈ ગયા હતા.
ફોર્બ્સની યાદી અનુસાર બિલ ગેટ્સ વિશ્વના ચોથા સૌથી ધનવાન વ્યક્તિ છે. તેમની સંપત્તિ 124 બિલિયન ડોલર છે. બિલ માત્ર 31 વર્ષની ઉંમરે અબજોપતિની યાદીમાં સામેલ થઈ ગયા છે. મહત્વનું છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છે. આ સંસ્થા વર્ષ 2000માં લોન્ચ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube