અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો છે. ન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચના અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપ લાગ્યા છે. જે લોકો પર લાંચના અને ફ્રોડનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સંબંધિત સાત અન્ય લોકો પણ સામેલ છે. આરોપો બાદ અદાણી એન્ટરપ્રાઈસિસે બોન્ડ દ્વારા 60 કરોડ ડોલર ભેગા કરવાની યોજના રદ કરી છે. રોયટર્સના અહેવાલ મુજબ આ લાંચ સોલર એનર્જી કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને અપાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે રોકાણની કરી હતી જાહેરાત
અત્રે જણાવવાનું કે અદાણી તરફથી તાજેતરમાં ગ્રીન એનર્જી સેક્ટરમાં ભારે રોકાણ કરવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તરફથી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી જીત પર શુભેચ્છા આપવાની સાથે કરાઈ હતી. વાત જાણે એમ છે કે ટ્રમ્પે એનર્જી કંપનીઓ માટે નિયમોને સરળ બનાવવાનું વચન આપ્યું છે. જેનાથી તેમને ફેડરલ લેન્ડ પર ડ્રિલિંગ કરવામાં અને પાઈપલાઈન બનાવવામાં સરળતા રહેશે. બીજી બાજુ અમેરિકાના સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન(SEC)  તરફથી ગૌતમ અદાણી પર અમેરિકી રોકાણકારોને દગો કરવાના અને અધિકારીઓને લાંચના આરોપ લગાવવામાં આવ્યા છે. 


અબજો  ડોલરનો પ્રોજેક્ટ
અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી (30), અદાણી ગ્રીન એનર્જીના અધિકારી અને એજ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના એક એક્ઝિક્યુટિવ સિરિલ કેબનેસ પર મલ્ટી બિલિયન ડોલરની યોજના હેઠળ અમેરિકી રોકાણકારો અને ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યૂટથી પૈસા મેળવવા માટે ખોટા અને ભ્રામક નિવેદનો દ્વારા પ્રતિભૂતિ અને વાયર ફ્રોડ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ આરોપોનો સંબંધ એક અબજો ડોલરના પ્રોજેક્ટ સાથે હોવાનું કહેવાય છે. 


250 મિલિયન ડોલરની લાંચ?
આરોપ પત્રમાં કહેવાયું છે કે અદાણી અને અન્ય લોકોએ લગભગ 250 મિલિયન ડોલરની લાંચ આપવાનું વચન આપ્યું હતું. તેમને આશા હતી કે આ કોન્ટ્રાક્ટથી આગામી બે દાયકામાં 2 બિલિયન ડોલરથી વધુનો ફાયદો થશે. SEC નો એવો પણ દાવો છે કે યોજનામાં સામેલ કેટલાક લોકોએ ગૌતમ અદાણી માટે 'ન્યૂમેરો ઉનો' અને 'ધ બિગ મેન' જેવા કોડ વર્ડ વાપર્યા. આરોપ લાગ્યો છે કે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને એક અન્ય એક્ઝીક્યુટિવ વનીત જૈને અદાણી ગ્રીન એનર્જી માટે 3 અબજ ડોલરથી વધુની લોન અને બોન્ડ મેળવવા માટે લેણદારો અને રોકાણકારોથી લાંચને છૂપાવી રાખી. 


ખોટું બોલવાનો અને તપાસમાં વિધ્નનો પણ આરોપ
આ બધા આરોપ વિદેશ ભ્રષ્ટાચાર પ્રથા અધિનિયમ હેઠળ આવે છે જે વિદેશી વ્યાપારિક લેવડદેવડમાં લાંચ વિરુદ્ધના અમેરિકી કાયદા છે. આસિસ્ટન્ટ એટોર્ની જનરલ લિસા એચ મિલરે કહ્યું કે આરોપ પત્રમાં ભારતીય સરકારી અધિકારીઓને 250 મિલિયન યુએસ ડોલરથી વધુની લાંચ આપવી, રોકાણકારો અને બેંકોથી અબજો ડોલર ભેગા  કરવા માટે ખોટું બોલવા અને તપાસમાં વિધ્ન નાખવાની યોજનાઓનો આરોપ લગાવવામાં આવ્યો છે. 


કેસમાં કોના કોના નામ?


- ગૌતમ અદાણી (62)
- સાગર એસ અદાણી (30)
- વિનિત એસ, જૈન, (53)
- રંજીત ગુપ્તા ( 54)
- સિરિલ કબાનેસ (50)
- સૌરભ અગ્રવાલ (48)
- દીપક મલ્હોત્રા (45)
- રૂપેશ અગ્રવાલ (50)


અદાણી ગ્રુપ તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં
આ તમામ આરોપો છતાં અદાણી ગ્રુપ તરફથી આ આરોપો પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ગૌતમ અદાણી અને સાગર અદાણી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જાહેર કરાયું છે. અમેરિકી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન(SEC) એ બે લોકો અને એક અન્ય વ્ય્કતિ, સિરિલ કેબનેસ વિરુદ્ધ સંબંધિત દીવાની આરોપ દાખલ કર્યા છે. અમેરિકી સરકારે હજુ સુધી  અદાણી અને અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ વિશિષ્ટ આરોપો વિશે પૂરી જાણકારી આપી નથી.