કાબુલ: અલ કાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર ઓક્ટોબરમાં અફઘાનિસ્તાન ગયો હતો જ્યાં તેણે તાલિબાન સાથે બેઠક કરી હતી. અલ કાયદાના આ ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ  અને ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝ્બેકિસ્તાન જેવા અનેક આતંકવાદી સંગઠન હાલના સમયમાં અફઘાનિસ્તાનમાં વધુ આઝાદી સાથે રહી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના એક નવા રિપોર્ટમાં આ દાવો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા તથા તેના સહયોગીઓની ગતિવિધિઓ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો આ  રિપોર્ટ હાલમાં જાહેર કરાયો. રિપોર્ટમાં કહેવાયું છે કે તાલિબાને વિદેશી આતંકવાદીઓની ગતિવિધિઓ પર રોક લગાવવા માટે કઈ કર્યું નથી. આ રિપોર્ટ તાલિબાનના એ દાવાની પોલ ખોલે છે જેમાં તે વારંવાર કહે છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈ બહારની તાકાતને પાડોશી દેશ વિરુદ્ધ કરવા દેવાશે નહીં. 


રિપોર્ટમાં કહેવાયું છે કે અલગ કાયદા ગત વર્ષ 31 ઓગસ્ટના રોજ તાલિબાનની જીત પર શુભેચ્છા આપ્યા બાદ રણનીતિક ચૂપ્પી સાધી બેઠું હતું. તે તાલિબાનના આંતરરાષ્ટ્રીય માન્યતા અને કાયદાકીય મંજૂરી મેળવવાના પ્રયત્નોને નુકસાન પહોંચાડવા માંગતુ ન હતું. રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિઓ 15 ઓગસ્ટથી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ જ્યારે તાલિબાને દેશ પર કબજો કરી  લીધો. હાલમાં જ એ વાતના કોઈ સંકેત મળ્યા નથી કે તાલિબાને દેશમાં વિદેશી આતંકવાદીઓની ગતિવિધિઓને સિમિત કરવા માટે પગલાં ભર્યા છે. 


યુએનએ કહ્યું કે તેનાથી વિપરિત આતંકવાદી સંગંઠન અફઘાનિસ્તાનમાં પહેલાની સરખામણીમાં વધુ સ્વતંત્રતાનો અનુભવ કરી રહ્યા છે. તાલિબાનના કબજાના થોડા દિવસ બાદ એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયો હતો. જેમાં ડો. અમીન ઉલ હકના અફઘાનિસ્તાનમાં પાછા ફરવાનો દાવો કરાયો હતો. અમીન ઉલ હક અલ કાયદાના પ્રમુખ સભ્ય અને એક સમયે ઓસામા બિન લાદેનનો સુરક્ષા ઈનચાર્જ હતો. 


લાદેનના પુત્રએ તાલિબાન સાથે કરી બેઠક
રિપોર્ટ મુજબ એક મેમ્બર સ્ટેટે જણાવ્યું કે બિન લાદેનના પુત્ર અબ્દુલ્લાએ તાલિબાન સાથે બેઠક માટે ઓક્ટોબરમાં અફઘાનિસ્તાનની મુલાકાત કરી હતી. વર્તમાન અલ કાયદા પ્રમુખ એમાન અલ ઝવાહિરીને 2021 સુધી જીવિત ગણાવવામાં આવ્યો હતો. પરંતુ યુએનના સભ્ય દેશોનું માનવું છે કે તેનું સ્વાસ્થ્ય ખરાબ છે. આતંકવાદી સંગઠન AQIS જેનો ચીફ ઓસામા મહેમૂદ છે, અફઘાનિસ્તાનના અનેક પ્રાંતોમાં હાજર છે. રિપોર્ટ મુજબ અંદાજો છે કે AQIS પાસે 200થી લઈને 400 સુધી આતંકીઓ છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube