નવી દિલ્હી: અમેરિકામાં ટ્વિન ટાવર પરના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ બિન લાદેનના મોતના સાત વર્ષ બાદ પહેલીવાર તેની માતા મીડિયા સામે આવી છે. તેનું નામ આલિયા ગાનેમ છે. એક મીડિયા રિપોર્ટ મુજબ આલિયાએ જણાવ્યું કે બિન લાદેનને છેલ્લે તેમણે 1999માં અફઘાનિસ્તાનમાં જોયો હતો. ત્યાં સુધીમાં તો તે ખૂંખાર આતંકી બની બેઠો હતો. તે સમયે તે સોવિયેટ સેનાઓ સામે લડી રહ્યો હતો. જ્યારે તેમને ખબર પડી કે તેમનો પુત્ર જેહાદી બની ગયો છે તો તે જાણીને તે ખુબ પરેશાન થયા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉદી અરબનો પ્રતિષ્ઠિત પરિવાર છે
આલિયાએ ધ ગાર્ડિયન અખબારને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે લાદેન યુવા અવસ્થામાં જ મુસ્લિમ બ્રધરહુડ સંગઠનના સંપર્કમાં આવી ગયો હતો. લાદેનનો પરિવાર સાઉદી અરબના પ્રભાવશાળી પરિવારોમાંથી એક છે. પરિવારનો અહીં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય છે. લાદેનના પિતા મો.બિન અવાદ બિન લાદેને આલિયાને બિન લાદેનના જન્મના કેટલાક વર્ષો બાદ છોડી દીધી હતી. અવાદ બિન લાદેનના 50થી વધુ બાળકો છે. 


હુમલા બાદ બધા ડરી ગયા હતાં
આલિયાએ જણાવ્યું કે જ્યારે અમેરિકા પર હુમલો થયો તો મારે અને પરિવારના અન્ય સભ્યોએ પણ તપાસનો સામનો કરવો પડ્યો હતો. સાઉદી અરબમાં રહેવા છતાં અમારા માટે મુશ્કેલીઓ વધી ગઈ હતી. ક્યાં પણ જવા આવવા પર પ્રતિબંધ લાગી ગયો હતો. અમને ત્યાં સુધીમાં ખબર પડી ગઈ હતી કે 2001ના તે હુમલામાં લાદેનનું નામ આવ્યું છે. આ સાંભળીને અમને શરમ આવી રહી હતી. અમે ડરી ગયા હતાં. આખો પરિવાર સંગઠિત થઈ ચૂક્યો હતો. 


આલિયાએ કર્યા હતાં બીજા લગ્ન
આલિયાએ જણાવ્યું કે લાદેનના જન્મના થોડા સમય બાદ તેણે પતિ સાથે ડિવોર્સ લઈને બીજા લગ્ન કર્યા હતાં. જો કે ધાનેમનો પોતાનો હવે અલગ પરિવાર છે પરંતુ આજે પણ ઓસામાને યાદ કરીને તેની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું કે લાદેન તેને ખુબ પ્રેમ કરતો હતો.