સોશિયલ મીડિયા પર જ્યારે પણ કઈ અનોખા રિપોર્ટિંગની ચર્ચા થાય ત્યારે લોકોને પાકિસ્તાની રિપોર્ટર ચાંદ નવાબની યાદ આવી જાય છે. તેમનો એક વીડિયો એટલો વાયરલ થયો હતો કે તેમના પાત્રને બોલીવુડની એક ફિલ્મમાં પણ ફિલમાવવામાં આવ્યો હતો. આવામાં જ્યારે લોકો તોફાન બિપરજોયની દહેશતથી ડરેલા છે તો તેમના તણાવને દુર કરવા માટે એક પાકિસ્તાની રિપોર્ટરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ચાંદ નવાબ પાર્ટ ટુ ગણાવી રહ્યા છે. તેમાં રિપોર્ટર કવરેજ દરમિયાન લોકોને તોફાનની જાણકારી આપતા અચાનક નદીમાં કૂદી જાય છે. ચક્રવાત બિપરજોયનું રિપોર્ટિંગ કરનારા આ સંવાદદાતાના તોફાની અંદાજને જોઈને લોકો હસી હસીને લોથપોથ થઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે પણ જુઓ વાયરલ વીડિયો
વાયરલ વીડિયોમાં આ પત્રકાર પોતાનું નામ અબ્દુર રહેમાન ગણાવી રહ્યા છે. તેના રિપોર્ટિંગના અંદાજને જોતા લોકો ખુબ હસી રહ્યા છે. આ વીડિયોમાં રિપોર્ટર એમ કહેતા સાંભળી શકાય છે કે આજે પણ સમુદ્ર કેવો છે તે અમારો કેમેરામેન તમને દેખાડશે કે કેવી રીતે માછીમારોએ પોતાની બોટને  કિનારા પર લાવી દીધી છે. હું તમને પાણીમાં કૂદીને બતાવીશ કે પાણી કેટલું ઊંડુ છે અને કેટલું નીચે સુધી જવું પડે ચે. 


ત્યારબાદ રિપોર્ટર સીધો પાણીમાં છલાંગ લગાવે છે. તેના કૂદતા જ ત્યાં ઊભેલા લોકોના હસવાનો અવાજ પણ વીડિયોમાં સાંભળી શકાય છે. ત્યારબાદ તે નાવની નજીક આવી જાય છે અને કહે છે કે પાણી ખુબ ઊંડુ છું. સંવાદદાતા અબ્દુર રહેમાનના આ રિપોર્ટિંગને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ દરમિયાન રિપોર્ટરે એમ પણ કહ્યું કે પાણી એટલું ઊંડુ થઈ ચૂક્યું છે કે તેની આગળ બધા મુદ્દા ફેલ છે. આવામાં તમે પણ જુઓ રિપોર્ટરનો આ વીડિયો...


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube