માતાને લાગી હતી કોરોના વેક્સિન, નવજાત બાળકીમાં હાજર છે એન્ટીબોડીઃ ડોક્ટર
કોરોના સંકટમાં જીવી રહેલી દુનિયા માટે સારા સમાચાર છે. કોરોનાની રસી લેનાર એક ગર્ભવતી મહિલાની નવજાત બાળકીના લોહીના નમૂનામાં એન્ટીબોડી મળ્યા છે.
ન્યૂયોર્કઃ અમેરિકામાં બાળ રોગ નિષ્ણાંતે એક અનોખી બાળકીના જન્મનો દાવો કર્યો છે જેના શહીરમાં નોવેલ કોરોના વાયરસ (Corona Virus) ના એન્ટીબોડી હાજર છે. આ પ્રથમ મામલો છે અને બાળકીના માતાને ગર્ભાવસ્થામાં કોવિડ-19ની રસી આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય વિજ્ઞાન સાથે સંબંધિત ઈપ્રિન્ટ પ્રકાશિત કરનારી 'મેડઆર્કાઈવ' પર પોસ્ટ કરાયેલા એક અભ્યાસ અનુસાર બાળકીની માંતાને ગર્ભકાળના 36માં સપ્તાહમાં મોડર્નાની રસી લાગી હતી.
તેના ત્રણ સપ્તાહ બાદ મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો અને જન્મના તત્કાલ બાદ તેના લોહીના નમૂના લેવામાં આવ્યા, જેમાં તે ખુલાસો થયો કે બાળકોના લોહીમાં એન્ટીબોડી છે. પરંતુ હજુ આ અભ્યાસની સમીક્ષા થઈ નથી. અમેરિકાના ફ્લોરિડાના એટલાન્ટિક વિશ્વવિદ્યાલયના સહ લેખકો પોલ ગિલ્બર્ટ અને ચાડ રૂડિનિકે કહ્યુ કે, કોઈપણ નવજાતમાં એન્ટીબોડી મળવાનો આ પ્રથમ મામલો છે.
આ પણ વાંચો- કોરોનાની ઠેકડી ઉડાવનારા આ દેશના રાષ્ટ્રપતિનું નિધન, 'બુલડોઝર' નામથી હતા પ્રખ્યાત
માતા પોતાના બાળકને સતત સ્તનપાન કરાવી રહી છે અને નક્કી નિયમ પ્રમાણે રસીનો બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવ્યો છે. આ પહેલાના અભ્યાસમાં તે કહેવામાં આવ્યું હતું કે કોરોના વાયરસથી સાજા થઈ ચુકેલી માતાઓની અંદર ઉછરી રહેલા બાળકોમાં ગર્ભનાલ દ્વારા એન્ટીબોડીઝનું જવું અપેક્ષા અનુરૂપ ઓછું હતું. આ નવી શોધમાં કહેવામાં આવ્યું છે કે જો માતાને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે તો તેનાથી એન્ટીબોડી બાળકમાં જવાની સંપૂર્ણ શક્યતા છે અને તેનાથી બાળકના સંક્રમિત થવાનો ખતરો પણ ઓછો થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube