બિશ્કેક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શંઘાઇ ઓ્ગેનાઇઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે કિર્ગિસ્તાનનાં બિશ્કેકમાં છે. જ્યાં વડાપ્રધાન મોદી ઉપરાંત પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન પણ ભાગ લેવા માટે પહોંચ્યા છે. જો કે વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાનની વચ્ચે કોઇ પ્રકારની કોઇ જ મુલાકાત નથી થઇ. બીજી તરફ ડિનર દરમિયાન બંન્ને નેતાઓએ લગભગ એખ જ સમયે એન્ટ્રી કરી પરંતુ તેમ છતા પણ વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાને ન તો હાથ મિલાવ્યો અને ન ત નજરો મિલાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM-કિસાન યોજના: કેન્દ્રએ રાજ્યથી ખેડુતોની ઉમેદવારીની ઝડપ વધારવા માટે જણાવ્યું
આ માહિતી પાકિસ્તાની સુત્રોના હવાલાથી આવી છે. એસસીઓ સમ્મેલન ઉપરાંત વડાપ્રધાન મોદી અને ઇમરાન ખાન વચ્ચે કોઇ મંત્રણા નહી થાય. વડાપ્રધાન મોદીએ ત્યાં હાજર તમામ દેશોનાં રાષ્ટ્રાધ્યક્ષો સાથે મુલાકાત યોજી, પરંતુ ઇમરાન ખાન સાથે નહી. બંન્ને નેતા એક સમયે હોલમાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી ઇમરાન ખાનની આગળ ચાલી રહ્યા હતા. જો કે તેમ છતા પણ બંન્ને વચ્ચે ન તો કોઇ વાતચીત થઇ, ન નજર મળી અને ન તો હાથ. હોલમાં વડાપ્રધાન મોદી ઇમરાન ખાને માત્ર ત્રણ સીટ દુર બેઠાહ તા. ગાલા કલ્ચર નાઇટ પ્રોગ્રામમાં પણ બંન્ને નેતા એક બીજાની આસપાસ જોવા મળ્યા. પરંતુ અત્યાર સુધી બંન્નેમાં કોઇ વાતચીત નથી થઇ. 


હાલ શીખર પર પહોંચવાનું બાકી કેરળ, પશ્ચિમ બંગાળનો અલગ પડાવ: શાહ
VIDEO: PM મોદીની પુતિન સાથે મુલાકાત, રશિયા તરફથી મળેલા સન્માન માટે આભાર વ્યક્ત કર્યો
પુલવામા આતંકવાદી હુમલા અને બાલકોટ એસ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાનનાં સંબંધોમાં કડવાટ ચરમ પર છે. પાકિસ્તાન તરફથી સતત મંત્રણાની રજુઆત કરવામાં આવી રહી છે. જો કે ભારતનું સ્પષ્ટ કહેવું છે કે જ્યા સુધી સીમા પારથી આતંકવાદ પર લગામ નહી લાગે, બંન્ને દેશો વચ્ચે કોઇ જ મંત્રણા નહી થાય 


VIDEO: PM મોદીએ શી જિનપિંગને આપી જન્મદિવસની શુભકામના, મળીને આગળ વધીશું
હાલમાં જ ભારતીય વિદેશમંત્રાલયનાં પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી અને પાકિસ્તાની વડાપ્રધાન વચ્ચે બિશ્કેકનાં એસસીઓ સમ્મેલ ઉપરાંત કોઇ વાતચીત નહી થાય. તેમણે કહ્યું હતું કે, બંન્ને નેતાઓ વચ્ચે કોઇ મીટિંગ નક્કી નથી. આ વલણ પર કાયમ રહેતા વડાપ્રધાન મોદીએ ઇમરાન ખાનની તરફ ન તો જોયું અને ન તો હાથ મિલાવ્યો.