નવી દિલ્લીઃ આજકાલ લોકો બિટકોઈનમાં રોકાણ કરી રહ્યા છે. કેટલાક લોકોને તેમાં ઘણો ફાયદો પણ થાય છે, તો બીજીબાજુ કેટલાક લોકોને નુકસાન પણ થાય છે. પરંતુ વિશ્વમાં એક એવું સ્થળ પણ છે, જ્યાં 500 વર્ષ પહેલાં વાસ્તવિક બિટકોઈન ચાલતો હતો. આ સ્થળ પર બિટકોઈનને સંપત્તિની સમૃદ્ધિ દર્શાવવાની આ રીત માનવામાં આવતી હતી. બિટકોઈન તે દેશની ચલણ પદ્ધતિ હતી. એક ગોળાકાર કાણાંવાળા પત્થરોના બદલામાં આ દેશના લોકોને ખોરાક માટેનું રાશન સહિત જરૂરિયાતની વસ્તુઓ મળતી હતી. લગ્ન પ્રસંગે ગોળાકાર પત્થરોની લેણ-દેણ થતી હતી. સંઘર્ષ, રાજકીય સમજૂતીઓ તથા વંશાનુગત સંપત્તિમાં આપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


 
ડોનટની જેમ દેખાતી આ ધનરાશિ ગોળ કાણાંવાળા ગોળ પત્થર છે. આ પત્થર પશ્ચિમી માઈક્રોનેસિયાના યાપ દ્વીપ પર ચલણ પેટે ચાલતા હતા. ચૂનાનાં પત્થરમાંથી પીસ કરીને બનાવવામાં આવેલા આ સ્ટોનને રાઈ સ્ટોન પત્થરના નામથી ઓળખવામાં આવતા હતા. મજાની વાત તો એ છે કે, એક પત્થર 12 ફૂટની ઊંચાઈ સુધીનો હોઈ શકે. કોઈપણ આકારનો હોઈ શકે છે. નાના બિસ્કિટથી માંડીને બળદ ગાડાનાં પૈડા જેટલા કદના હોય છે.

એવું કહેવામાં આવે છે કે યાપ દ્વીપ પર કોઈ ધાતુ કે આવા પત્થર છે જ નહીં. અહીંથી આશરે 640 કિલોમીટર દૂર એક દ્વીપ છે. જે અનાગુમાંગ (Anagumang) નાં નામે ઓળખાય છે. જ્યારે યેપ દ્વીપના લોકો અંદાજે 500 વર્ષ પહેલાં અનાગુમાંગ દ્વીપની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ત્યાં ચૂનાનાં પત્થરોની ભરમાર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અનાગુમાંગનાં લોકોએ યાપ દ્વીપનાં લોકોને આ પત્થરોની ખાણ અને પરિવહન કરવાની મંજૂરી આપી. સાથે જ એક શરત પણ મૂકવામાં આવી કે યાપ દ્વીપનાં લોકો અનાગુમાંગનાં લોકો માટે સામાન લાવશે અને સેવાઓ પૂરી પાડશે. આ શરત સ્વીકાર્યા બાદ યાપ દ્વીપનાં લોકો આ પત્થરો તેમના ટાપુ પર લાવ્યા.

આ પત્થરનો ઉપયોગ ફક્ત પૈસા માટે જ નહોતો થતો, તેને સામાજિક મૂલ્ય તરીકે જોવામાં આવતો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભેટ તરીકે મોટા પથ્થરો આપવામાં આવતા હતા. જેમ કે લગ્ન અથવા વારસાગત મિલકત. લડાઈઓ સમાપ્ત કરવા માટે કે પછી રાજકીય ઉપયોગ માટે આ પત્થરની લેણદેણ થતી હતી. આ રાઈ પત્થરો હવે ફક્ત મોટા પ્રસંગો સમયે જ ઉપયોગમાં લેવાય છે. તેથી જ તમને આ દ્વીપ પરના દરેક ઘર, ઉદ્યાન, રસ્તાની બાજુમાં આવા ગોળાકાર પત્થરો મળશે. તેમના નાના પત્થરો રોકડ તરીકે ઉપયોગમાં લેવાય છે. આ પત્થરોના વજન અને કદનાં કારણે તેને પર્સમાં રાખીને હરવુ-ફરવુ શક્ય ન હતું. એટલા માટે પત્થરને સામાન્ય રીતે કેટલાક પ્રખ્યાત અથવા જાણીતા સ્થળોએ અથવા ઘરોમાં રાખવામાં આવતું હતું. કોણ તેમના માલિક છે, તે સમગ્ર સમુદાય દ્વારા કહેવામાં આવ્યું હતું. લોકો હંમેશાં યાદ રાખતા હતા કે રાઈ પત્થર કયા વ્યક્તિ અથવા સંગઠનનો છે. જેથી બીજા કોઈ પણ પત્થર પર દાવો કરી શકે નહીં. જો આવું ક્યારેય થયું હોય, તો તેના માટે મતદાન કર્યા પછી, સંબંધિત વ્યક્તિને પત્થરની માલિકી આપવામાં આવી હતી.

આ રાઇ પત્થરોની આપ-લે ફક્ત જાહેરમાં કરવામાં આવી હતી, જે સમુદાયના લોકો દ્વારા પ્રમાણિત હતી. બિલકુલ તેવી જ રીતે જેવી બિટકોઈન ટ્રાન્ઝેક્શનની ડિજિટલ પ્લેટફોર્મ પર જાહેર સંમતિ મળે છે. આ પ્રક્રિયામાં, સામુદાયિકતા અને જ્ઞાનનાં આધાર પર વિશ્વાસ કરવામાં આવે છે. તે સમયની સિસ્ટમ આજની 21મી સદીની ક્રિપ્ટોકરન્સી સિસ્ટમ સાથે મળતી આવે છે. આ અભ્યાસ કરનારા અગ્રણી પુરાતત્ત્વવિદ સ્કોટ ફિટ્સપૈટ્રિક કહે છે કે ઈતિહાસ પોતાને પુનરાવર્તિત કરે છે. બિટકોઈન સિસ્ટમ આ યાપીસ મૉડલ પર બનેલી હોય તેવું લાગે છે. ફક્ત એટલો જ તફાવત એ છે કે બિટકોઈન ડિજિટલ છે અને રાઈ પત્થર ફિઝિકલી ટ્રાન્જેક્ટ થતી રકમ હતી. સૌથી મોટો તફાવત સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ છે. તે આજે પણ યાપ ટાપુ પર અકબંધ છે. આજે પણ લોકો તેનો ઉપયોગ મોટા કાર્યક્રમોમાં કરે છે.