કચરાના ઢગલામાં ખોવાયો 3300 કરોડનો ખજાનો! બેકાર સમજીને આ ભાઈએ કચરામાં ફેંક્યા કરોડોના બિટકોઈન
આજની તારીખમાં રોકડ રૂપિયા કરતા બિટકોઈનમાં લોકોને વધુ રસ છે. આજે એક બિટકોઈનની કિંમત હજારો રૂપિયામાં હોય છે. ત્યારે એક શક્સે 8 હજાર બિટકોઈન કચરામાં નાખી દિધા. પરંતુ હવે તેને તેની ભૂલનું અહેસાસ થયો છે.
બ્રિટનઃ સામાન્ય રીતે લોકો કચરાના ઢગલાથી દૂર ભાગતા હોય છે. ત્યાંથી પસાર થવાનું પણ ટાળતા હોય છે. પરંતુ એક ઈન્જિનિયર છે કે જે કચરાના ઢગલાને ફોંફોળવા ફાંફા મારે છે.ત્યારે આવો જાણીએ કે એવું તે શું છે કચરાના ઢગલા નીચે કે ઈન્જિયરને તેમાં રસ પડી રહ્યો છે.
બ્રિટેનમાં કચરાના ઢગલામાં છે ખજાનો-
આઈટી ઈન્જિનિયર જેમ્સ હોવેલ્સ 10 વર્ષ બાદ કરોડો રૂપિયાના 8 હજાર બિટકોઈન શોધવામાં લાગ્યો છે. આ બિટકોઈન એક હાર્ડડ્રાઈવમાં રાખવામાં આવ્યા હતા. જેને જેમ્સે કચરાના ઢગલામાં ફેંકી દિધી હતી.
3300 કરોડનો ખજાનો હાથમાં નીકળી ગયો-
જેમ્સને 10 વર્ષ બાદ પોતાની ભૂલનું ભાન થયું છે. હાલ એક બિટકોઈનની કિંમત 18 લાખની આસપાસ થાય છે. જેની ખબર પડતા જેમ્સ હાર્ડડ્રાઈવને કચરાના ઢગલામાંથી શોધવામાં લાગી ગયો છે. હાર્ડડ્રાઈવમાં રહેલા 8 હજાર બિટકોઈનની હાલની તારીખમાં કિંમત 33 કરોડ રૂપિયાની આસપાસ થાય છે.
2013માં કરેલી ભૂલ ભારે પડી-
જેમ્સે પોતાની હાર્ડડિસ્ક ભૂલથી વર્ષ 2013માં લેન્ડફિલમાં ફેંકી હતી. જેમ્સને વિશ્વાસ છે કે આ હાર્ડડિસ્ક હજુ પણ ત્યાં જ છે. એટલા માટે તેણે અનેક વખત અહીં ખોદકામ કરવાની રજૂઆત કરી છે. પરંતુ ન્યુપોર્ટ કાઉન્સિલે જેમ્સની રજૂઆતને અનેક વખત નકારી દિધી છે. કાઉન્સિલનું કહેવું છે આવું કરવાથી પર્યાવરણને નુકસાન પહોંચશે.
કચરાના ઢગલામાં હાર્ડડિસ્ટનો જેમ્સને વિશ્વાસ-
જેમ્સ ખુદ માને છે કે લેન્ડફિલમાં ખોદકામ કરવું મુશ્કેલ કાર્ય છે. જેના માટે તેણે ફન્ડિંગ અને એક્સપર્ટની વ્યવસ્થા પણ કરી લીધી છે. એટલું જ નહીં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના નિષ્ણાંતો સાથે સંપર્ક પણ કર્યો છે. સાથે સાથે પર્યાવરણનું કામ કરતી એક ટીમની નિયુક્તિ પણ કરી છે.જેમ્સનો દાવો છે આટલા બધા લોકો એક સાથે શોધશે તો હાર્ડડિસ્ક મળી જશે.જો મળી જાય તો જેમ્સ આ જગ્યાને ક્રિપ્ટોહબ બનાવવા માગે છે.