નવી દિલ્હીઃ દુનિયામાં આવા ઘણા વણઉકેલ્યા રહસ્યો છે, જેના પરથી આજદિન સુધી પડદો ઊંચકાયો નથી. આવું જ એક રહસ્ય ચીનના એક ગામનું છે. સદીઓથી યાંગ્સી ગામને એવો શ્રાપ મળ્યો છે, જે માત્ર ચીન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રહસ્ય છે. આ શાપિત ગામ ચીનના સિચુઆન પ્રાંતમાં છે. તેનું નામ યાંગસી છે. યાંગસી નામના આ ગામમાં મોટાભાગની વસ્તી નાના કદની છે. આ ગામની કુલ વસ્તીના પચાસ ટકા લોકો વામન છે. તેમની કુલ લંબાઈ 2 ફૂટથી માંડીને માત્ર ત્રણ ફૂટ સુધીની છે. ચીનનાં આ ગામમાં જન્મેલા બાળકોની ઊંચાઈ સામાન્ય રીતે 5થી 7 વર્ષની ઉંમર સુધી વધે છે, પરંતુ તે પછી ઉંમર વધવાનો સિલસિલો અટકી જાય છે. એટલે કે, તેમની લંબાઈ 2 ફૂટથી 3 ફૂટ 10 ઇંચ સુધીની હોય છે. તે જ સમયે, કેટલાક લોકોની ઊંચાઈ 10 વર્ષની ઉંમર સુધી વધી જાય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગામ પર છે કોઈ દુષ્ટ શક્તિનો પડછાયો:
એક તરફ આજુબાજુના ગામના લોકોનું માનવું છે કે, આ ગામ પર કોઈ દુષ્ટ શક્તિનો પડછાયો છે. જેના કારણે અહીંના લોકોની ઊંચાઈ વધી નથી શકતી. બીજી તરફ એવું માનવામાં આવે છે કે આ ગામ પ્રાચીન સમયથી જ શ્રાપિત છે. જેની અસર આજે પણ ગામ પર જોવા મળે છે. લોકોના વામન થવા પાછળનું રહસ્ય શું છે, છેલ્લા 60 વર્ષમાં વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી.


કોઈ બીમારીની છે અસર!
આ ગામના વડીલોનું કહેવું છે કે દાયકાઓ પહેલા ગામમાં એક ખતરનાક બીમારીએ ભરડો લીધો હતો. બીમારીના કારણે આજે પણ આ ગામના બાળકોની ઊંચાઈ થોડા સમય પછી અટકી જાય છે.


ચીનના આ ગામમાં 60 વર્ષથી આવું થઈ રહ્યું છે. આ ગામમાં લોકો વામન હોવા અંગે ઘણી વખત સંશોધનો પણ થયા હતા, પરંતુ આજ સુધી વૈજ્ઞાનિકો આ સમસ્યાનો ઉકેલ શોધી શક્યા નથી. ગામના કુદરતી સંસાધનો પર પણ સંપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું છે. પરંતુ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. બીજીબાજુ, કેટલાક વૈજ્ઞાનિકો જણાવે છે, ગામની જમીનમાં પારાની માત્રા અધિક માત્રામાં છે. આ પણ એક કારણ હોઈ શકે છે. આ ઉપરાંત, વામન થવાનું કારણ તે ઝેરી ગેસ પણ હોઈ શકે છે જે જાપાને ઘણા વર્ષો પહેલા ચીનમાં છોડ્યો હતો.