પાકિસ્તાનમાં ભયંકર ગરીબીની સ્થિતિ જોવા મળે છે. સતત ભૂખમરા અને આતંક સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાંથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. વાત જાણે એમ છે કે મીડિયા રિપોર્ટ્સ મુજબ એક ભિખારીએ પોતાના દાદી અવસાનના 40 દિવસ પૂરા થતાં શાનદાર દાવતનું આયોજન કર્યું. આ જમણવારમાં 20 હજાર લોકોને બોલાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જમણવાર પર સવા કરોડ પાકિસ્તાની રૂપિયા જેટલો ખર્ચો થયો. આયોજનના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેના પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જમણવાર પાકિસ્તાનના ગુજરાનવાલાના  ભિખારી પરિવારે કર્યો. દાદીના અવસાનના 40 દિવસ પૂરા થતા પંજાબના અનેક શહેરોથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. લોકો ભિખારી પરિવારનું આયોજન જોઈને દંગ રહી ગયા. ભિખારી પરિવારના મુખિયાના જણાવ્યાં મુજબ તેમના પરિવાર સમગ્ર પાકિસ્તાનથી લોકોને બોલાવ્યા હતા. સમારોહમાં આવેલા લોકોને સીરી, પાયા, મુરબ્બા આપવામાં આવ્યા. નાના ગોસ્ત અને કોલ્ડ ડ્રિંક પણ આપવામાં આવ્યા. 


સમારોહની શરૂઆતમાં મહેમાનોને પરંપરાગત નાસ્તાનું મેન્યુ અપાયું. સાંજે જમણવારમાં ખાસ વ્યંજન બનાવવામાં આવ્યા. જેમાં 250 બકરાનું મીટ પિરસવામાં આવ્યું. મહેમાનોને નાન મટરગંજ (મીઠા ભાત), કોમલ મટનનો સ્વાદ ચાખવા મળ્યો. ગાજર અને સફરજનના ખાસ વ્યંજનો ઉપરાંત અનેક પ્રકારના પીણા પણ સર્વ કરાયા હતા. 



લોકો આયોજન પર ઉઠાવી રહ્યા છે સવાલ
આ ભવ્ય સમારોહ ગુજરાનવાલાના કેન્ટ વિસ્તારમાં રહેવાલી રેલવે સ્ટેશન પાસે આયોજિત કરાયો હતો. હજારો લોકોને શમિયાના નીચે બેસાડીને પકવાન પિરસવામાં આવ્યા. આ સમારોહ બાદ ભિખારી પરિવારના ખર્ચા અને જીવનશૈલી અંગે પણ લોકોમાં ચર્ચા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે ભિખારી પરિવાર પાસે આટલો પૈસો ક્યાંથી આવ્યો? એવું કહેવાય છે કે પરિવાર પહેલેથી જ કરોડોના કરજમાં ડૂબેલો છે.