દુનિયામાં કેટલીકવાર એવી આશ્ચર્યજનક ઘટનાઓ જોવા મળે છે કે સાંભળવામાં આવે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હાલમાં જ યુનાઈટેડ કિંગડમમાં આવી જ એક વિચિત્ર ઘટના બની છે જેણે બધાને ચોંકાવી દીધા. જરા વિચારો કે તમે એકલા જંગલમાંથી પસાર થઈ રહ્યા હોવ, અને એ જ રસ્તે તમને કબરમાંથી મૃતકોની આંગળીઓ દેખાય, ત્યારે તમે શું કરશો? આવો નજારો જોઈને કોઈ પણ ડરી શકે છે. આવી જ એક ઘટના યુનાઈટેડ કિંગડમમાં એક વ્યક્તિ સાથે બની છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુનાઈટેડ કિંગડમમાં કેટલાક સ્થળોએ, મૃતકોની આંગળીઓ જમીનમાંથી બહાર આવતી દેખાય છે. જ્યારે એક વ્યક્તિએ આ દ્રશ્ય જોયું તો તેને આશ્ચર્ય થયું. તે માણસ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારબાદ તેણે જમીનમાંથી એક મૃતકની આંગળીઓ બહાર આવતી જોઈ. આ જોઈને તે ડરી ગયો અને બૂમો પાડવા લાગ્યો. પરંતુ મૃતકની આંગળીઓને ધ્યાનથી જોયા પછી તેને ખબર પડી કે આ મામલો કંઈક બીજો જ છે.

એવા દેશ જ્યાં શિફ્ટ થશો તો સામે મળશે રૂપિયા, જાણો શું છે કારણ


શું છે આખો મામલો?
જમીનમાંથી નીકળતી આ આંગળીઓને ધ્યાનથી જોયા બાદ જાણવા મળ્યું કે આ આંગળીઓ મનુષ્યની નથી, પરંતુ તે એક પ્રકારની ફૂગ છે, જે જમીનમાંથી બહાર નીકળતી દેખાય છે. આ ફૂગને ડેડ મેનની આંગળીઓ કહેવામાં આવે છે, કારણકે તે બિલકુલ મૃત શરીરની આંગળીઓ જેવી દેખાય છે. સૌથી મોટી વાત એ છે કે તે લગભગ તમામ બ્યુટી સ્પોટ પર ગ્રાઉન્ડની બહાર નીકળતી જોવા મળે છે.


ડેડ મેનની આંગળીઓ જોવામાં ડરામણી હોય છે. ફૂગ વધ્યા પછી તેની ડાળીઓ જમીનમાંથી બહાર આવી જાય છે, જે દેખાવમાં બિલકુલ મૃતકોની આંગળી જેવી લાગે છે. તેમાં લાલ રંગની માંસ જેવી સંરચના હોય છે. ઘણીવાર આ ફૂગ દેખાવમાં સ્ટારફિશ જેવી લાગે છે. કદાચ તેથી જ તેને ડેડ મેન્સ ફિંગર્સનું નામ આપવામાં આવ્યું છે.

Unique Temple: આ મંદિરમાં જતાં જ ભક્તો થઇ જાય છે માલામાલ! પ્રસાદમાં મળે છે સોના-ચાંદીના ઘરેણાં


આ ફૂગ કોરલની એક પ્રજાતિ છે, જે દેખાવમાં થોડી ડરામણી અને વિચિત્ર લાગે છે. ખાસ કરીને હેલોવીન સીઝનમાં, જો કોઈ અજાણી વ્યક્તિ તેને જોઈ લે, તો તેને હાર્ટ એટેક પણ આવી શકે છે. હેલોવીન એ વિદેશમાં ઉજવાતો તહેવાર છે. આ તહેવારમાં લોકો હોરર કોશ્યૂમ પહેરે છે. વિદેશોમાં આ તહેવાર પૂર્વજોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube