Black hole Sound: અંતરીક્ષમાં ગ્રહો અને તારા ગળી જતા રહસ્યમય બ્લેક હોલનો સાંભળો અવાજ, હોરર મૂવી યાદ આવશે
નાસાના એક સેટેલાઈટે આ રહસ્યમય જગ્યા બ્લેકહોલનો અવાજ રેકોર્ડ કર્યો છે. નાસાએ પોતાના ટ્વિટર પેજ પર તેને શેર કર્યો છે.
નવી દિલ્હી: જો તમને વિજ્ઞાનમાં રસ હોય તો બ્લેક હોલના નામથી તમે જરાય અજાણ્યા નહીં હોવ. અંતરીક્ષમાં જે રહસ્યમય જગ્યાઓ ગણાય છે તેમાંથી બ્લેક હોલ એક છે. તેના વિશે અનેક વાતો સામે આવે જે જાણીને નવાઈ લાગે. નાસાએ પહેલીવાર બ્લેક હોલના અવાજનો એક ઓડિયો શેર કર્યો છે.
બ્લેક હોલ અંતરીક્ષમાં એક એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે સૂર્યનો પ્રકાશ પણ તેને ભેદી શકતો નથી અને બ્લેક હોલ બની જાય છે. આ એક અત્યંત રહસ્યમય જગ્યા છે. નાસાએ હવે એવું કારનામું કરીને બતાવ્યું છે કે દુનિયા ચોંકી છે. તેણે બ્લેકહોલનો અવાજ રેકોર્ડ કર્યો છે. બ્લેકહોલમાં વધુ પડતી ઉર્જા હોવાના કારણે ગ્રહો, આકાશગંગાઓ, તારા વગેરે આપોઆપ ખેંચાઈ જતા હોય છે. સામાન્ય શબ્દોમાં કહેવું હોય તો અહીં ભૌતિક વિજ્ઞાનનો કોઈ પણ નિયમ લાગૂ પડતો નથી.
નાસાના એક સેટેલાઈટે આ રહસ્યમય જગ્યા બ્લેકહોલનો અવાજ રેકોર્ડ કર્યો છે. નાસાએ પોતાના ટ્વિટર પેજ પર તેને શેર કર્યો છે. બ્લેક હોલનો અવાજ સાંભળીને તમે બે ઘડી તો સ્તબ્ધ થઈ જશો. આ એજ બ્લેક હોલનો અવાજ છે જે તેની બાજુ ગ્રહો, તારા ખેંચીને ગળી જાય છે. નાસાએ આ અવાજને લાંબી પ્રોસેસ બાદ સાંભળવા લાયક બનાવ્યો અને શેર કર્યો છે. અવાજ સાંભળીને જો તમને હોરર મૂવીની યાદ આવી જાય તો નવાઈ નહીં.
Ukraine-Russia War: પુતિન પર હવે પર્સનલ એટેકની થઈ રહી છે તૈયારી, EU દુ:ખતી નસ પર મૂકશે હાથ!
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube