નવી દિલ્હી: ભારતીય વાયુસેના દ્વારા કરાયેલી કાર્યવાહીથી પાકિસ્તાનમાં ખુબ ગભરાહટ ફેલાયો છે. પાકિસ્તાનમાં હાલ પ્રશાસનિક સ્તરે ઈમરજન્સી જાહેર કરાયેલી છે. પાકિસ્તાનમાં કરાચી પ્રશાસનને કહેવાયું છે કે તેઓ  કોઈ પણ પ્રકારની સ્થિતિ માટે સતર્ક રહે. પાકિસ્તાને પીઓકેના મોટા ભાગ એલઓસીની આસપાસ, ગિલગિટ બાલ્ટિસ્તાનના મોટા ભાગ, ઈસ્લામાબાદના ઈ સેક્ટર, લાહોર કેન્ટના વિસ્તાર, સિયાલકોટ કેન્ટ, કરાચી કેન્ટ, પસની કોસ્ટ લાઈન અને ઓકારા કેન્ટ વિસ્તારમાં બ્લેકઆઉટ રાખવાનો આદેશ આપ્યો છે. એટલે કે આ વિસ્તારોમાં રાતે અંધારું રાખવાના આદેશ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત પાકિસ્તાનમાં એરસ્પેસ બંધ કરવાના પણ અહેવાલો છે. જ્યારે  ખેબર પખ્તુનવા પ્રાંતમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવી છે. ભારતની કાર્યવાહીથી ગભરાયેલા પાકિસ્તાનના અડધા ભાગમાં બ્લેકઆઉટ છે. 


અત્રે જણાવવાનું કે બુધવારે પીએમ મોદીએ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવના પગલે ત્રણેય સેનાના પ્રમુખો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીએ સેનાને કાર્યવાહીની ખુલ્લી છૂટ આપી દીધી છે. પીએમ મોદી સાથે થયેલી આ બેઠકમાં ભારતના એર સ્પેસમાં ઘૂસેલા પાકિસ્તાની ફાઈટર જેટની ઘટના અને પાડોશી દેશ દ્વારા ભારતીય વાયુસેનાના એક પાઈલટને કબ્જામાં લેવાયા બાદ સશસ્ત્રદળોના પ્રમુખોએ સુરક્ષા અંગે તાજી જાણકારી પીએમ મોદીને આપી હતી. આર્મી, નેવી અને એરફોર્સના પ્રમુખોએ વડાપ્રધાન મોદી સાથે છેલ્લા 24 કલાકમાં બીજીવાર મુલાકાત કરી હતી. 


નાપાક હરકતોથી બરબાદી નોતરી પાકિસ્તાને, PMએ ત્રણેય સેનાને આક્રમક કાર્યવાહી માટે આપી 'ખુલ્લી છૂટ'


અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને UNSCમાં મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો
પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદ ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવા માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. બુધવારે અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટને મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે તેને પ્રતિબંધિત સૂચિમાં નાખવા માટેનો પ્રસ્તાવ સુરક્ષા પરિષદમાં રજુ કર્યો. 


ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને બુધવારે પ્રસ્તાવ રજુ કરતા સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને કહ્યું કે જૈશ એ મોહમ્મદના ચીફ આતંકી મૌલાના મસૂદ અઝહર પર પ્રતિબંધ મૂકવામાં આવે. તેના વૈશ્વિક પ્રવાસો પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ સાથે જ તેની તમામ સંપત્તિ પણ ફ્રીઝ કરવામાં આવે. 


અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી છે. મૌલાના મસૂદ અઝહર આ આતંકી સંગઠનનો ચીફ છે. આ અગાઉ એવા અહેવાલો હતાં કે ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર તરફથી એવા અહેવાલો હતાં કે ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધિત કરાયેલા જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. વીટો પાવરથી લેસ આ ત્રણેય દેશોએ મળીને આ પ્રસ્તાવ રજુ કર્યો છે. આ પ્રસ્તાવ રજુ થયા બાદ સંયુક્ત રાષ્ટ્રમાં છેલ્લા 10 વર્ષમાં ચોથી વાર આ રીતે પ્રયત્ન કરાયો અને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે. 


14મી ફેબ્રુઆરીના રોજ  પુલવામાંમાં  સીઆરપીએફના કાફલાની એક બસ પર જે રીતે આતંકી હુમલો કરાયો અને 40 જવાનો શહીદ થયા ત્યારબાદથી ભારત ખુબ આક્રોશમાં છે અને દેશવાસીઓ પણ આ નાપાક હરકત બદલ પાકિસ્તાનને હાડકા ખોખરા કરવાની માગણી કરી રહ્યાં છે. આ હુમલાની જવાબદારી મસૂદ અઝહરના સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...