Karachi Power Outage :અહેવાલો અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોમાં નુમાઈશ ચૌરંઘી, સદર, લાઈન્સ એરિયા, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી (DHA), પંજાબ કોલોની, ગુલિસ્તાન-એ-જૌહર, કોરંગીનો સમાવેશ થાય છે. જો કે, કરાચીના વીજ પુરવઠાનો હવાલો સંભાળતી યુટિલિટી ફર્મ કે-ઈલેક્ટ્રિક દ્વારા કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનું કરાચી શહેર ગઈકાલે રાત્રે અંધકારમાં ડૂબી ગયું હતું. શહેરમાં વીજ પુરવઠો ખોરવાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના કરાંચીના ઘણા વિસ્તારોમાં ભારે પાવર કટ જોવા મળ્યો હતો. ટેકનિકલ ખામીના કારણે હાઈ ટેન્શન (HT) ટ્રાન્સમિશન કેબલ ટ્રીપ થઈ ગયો હતો, જેના કારણે પાવર કાપવો પડ્યો હતો.


રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હાઇ ટેન્શન (HT) ટ્રાન્સમિશન લાઇનના ટ્રીપિંગને કારણે કરાચીનો લગભગ 40 ટકા ભાગ સંપૂર્ણપણે અંધકારમય થઈ ગયો હતો. પરિણામે, કેટલાક ગ્રીડ સ્ટેશનોમાં પણ ટ્રીપિંગ જોવા મળ્યું હતું.


રિપોર્ટ અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોમાં નુમાઈશ ચૌરંઘી, સદર, લાઈન્સ એરિયા, ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી (DHA), પંજાબ કોલોની, ગુલિસ્તાન-એ-જૌહર, કોરંગીનો સમાવેશ થાય છે. જોકે, કરાચીના વીજ પુરવઠાનો હવાલો સંભાળતી યુટિલિટી ફર્મ કે-ઈલેક્ટ્રિક દ્વારા કોઈ નિવેદન કરવામાં આવ્યું નથી.


જાન્યુઆરીમાં પણ ગ્રીડ નિષ્ફળ ગઈ હતી
અગાઉ જાન્યુઆરીમાં પણ, પાકિસ્તાને રાષ્ટ્રીય ગ્રીડમાં ફ્રિક્વન્સી વધઘટને કારણે તીવ્ર પાવર આઉટ જોયો હતો જેણે કરાચીને અંધકારમાં ડૂબાડી દીધું હતું.


નોર્થ નાઝીમાબાદ, ન્યુ કરાચી, નોર્થ કરાચી, લિયાકતબાદ, ક્લિફ્ટન, કોરંગી, ઓરંગી, ગુલશન-એ-ઇકબાલ, સદર, ઓલ્ડ સિટી એરિયા, લાંધી, ગુલશન-એ-જૌહર, મલીર, ગુલશન-એ- હદીદના લોકો, સાઇટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા , પાક કોલોની, શાહ ફૈઝલ કોલોની અને મોડલ કોલોનીમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વીજળી ગુલ થયા બાદ લોકો કરાચીની સડકો પર રઝળતા જોવા મળ્યા હતા. પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન થવાને કારણે મોટાભાગના લોકો પરેશાન જોવા મળ્યા હતા.