કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે મોડી રાતે થયેલા એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 63 લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત 180થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ વિસ્ફોટ પશ્ચિમ કાબુલના એક વેડિંગ હોલમાં થયો. આ સમારોહમાં એક હજારથી વધુ મહેમાનો હાજર હતાં. મૃતકોનો આંકડો વધી શકે છે. મૃતકોનો સત્તાવાર આંકડો પછીથી જાહેર કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોલો ન્યૂઝના જણાવ્યાં મુજબ અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના જણાવ્યાં મુજબ ઘટના શનિવારે રાતે સ્થાનિક સમય મુજબ 10.40 (ભારતીય સમય મુજબ રાતે 11.40) કલાકની છે જેમાં 63 જેટલા લોકો માર્યા ગયા છે અને 180થી વધુ ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયના પ્રવસ્તા નુસરત રહીમીએ જણાવ્યું કે હજુ સુધી આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. વિસ્ફોટ પાછળ કારણ શું છે તે જાણી શકાયું નથી. આ વિસ્તારમાં અલ્પસંખ્યક શિયા હજારા સમુદાયના લોકો મોટી સંખ્યામાં રહે છે. 


નુસરત રહીમીએ જણાવ્યું કે હુમલાખોરે સમારોહ દરમિયાન ઉપસ્થિત લોકોની વચ્ચે જઈને વિસ્ફોટ કરી દીધો. આ વિસ્ફોટ લગ્નના સ્ટેજ પાસે થયો જ્યાં મ્યુઝિશિયન ઉપસ્થિત હતાં. એક પ્રત્યક્ષદર્શીનો દાવો છે કે આ હુમલામાં અનેક બાળકો માર્યા ગયા છે. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ વિસ્ફોટ બાદ વેડિંગ હોલમાં અફડાતફડી મચી ગઈ હતી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...