આતંકવાદઃ બલુચિસ્તાનની મસ્જિદમાં વિસ્ફોટ, 5 મોત અને 15 ઘાયલ
રાજ્યની રાજધાની ક્વેટાની નજીક આવેલા શેહમાં ટાઈમ બોમ્બ દ્વારા આ વિસ્ફોટ કરાયો છે. અત્યાર સુધી કોઈએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
ક્વેટાઃ પાકિસ્તાનના બલુચિસ્તાન રાજ્યના કુચલાકમાં જુમ્માની નમાઝના સમયે થયેલા એક વિસ્ફોટમાં 5નાં મોત થઈ ગયા, જ્યારે 15 અન્ય ઘાયલ થાય છે. રાજ્યની રાજધાની ક્વેટાની નજીક આવેલા શેહમાં ટાઈમ બોમ્બ દ્વારા આ વિસ્ફોટ કરાયો છે. અત્યાર સુધી કોઈએ આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.
પાકિસ્તાનને આતંકવાદનું પોષણ તેને ખુદને જ ડંખી રહ્યું છે. ક્વેટા બલુચિસ્તાન રાજ્યની રાજધાની છે અને આ રાજ્યનું મોટું શહેર પણ છે. આ રાજ્યમાં છેલ્લા કેટલાય વર્ષોથી અલગતાવાદી આંદોલન ચાલી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને મોટો ફટકો, કાશ્મીર પર ખુલ્લી ચર્ચાની માગણી ફગાવી
બલુચિસ્તાનમાં ગેસ અને ખનિજના ભંડાર ભરેલા છે. સાથે જ તે ચાઈના-પાકિસ્તાનના ઈકોનોમિક કોરિડોરનું પણ કેન્દ્ર છે. ચીન અહીં સડકનું નિર્માણ કરી રહ્યું છે. જોકે, ઈરાન અને અફઘાનિસ્તાનને અડીને આવેલા આ રાજ્યમાં અવાર-નવાર હિંસક ઘટનાઓ થતી રહે છે, જેના કારણે ચીનના પ્રોજેક્ટ અંગે પણ આશંકા છે.
જુઓ LIVE TV....