મોન્ટ્રિયલ: કેનેડાની સૌથી મોટી રિફાઇનરીમાં વિસ્ફોટ સાથે આગ લાગવાના કારણે ઘણા કર્મચારીઓ ઘાયલ થયા છે. રિફાઇનરીના માલિકે તેને ‘મોટી ઘટના’ જણાવી છે. કંપનીના કાર્યકારી અધિકારી કેવિન સ્કોટે જણાવ્યું હતું કે સેન્ટ જોન, ન્યૂ બ્રન્સવિકમાં સ્થિત ઇર્વિન્ગ ઓઇલ રિફાઇનરીના ડીઝલ રિફાઇનિંગ સેક્શનમાં સોમવારે ખામી થવાના કારણે વિસ્ફોટ થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્લાન્ટના બધા કર્મચારીઓ સુરક્ષિત છે અને ચાર લોકોને સામાન્ય ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ રિફાઇનરીમાંથી નીકળતી આગની જ્વાળાઓ અને ધૂમાળો જોવા મળી રહ્યો છે. દેશની આ સૌથી મોટી રિફાઇનરીમાં એક દિવસમાં 3 લાખ બેરલનું રિફાઇન્ડ ઉત્પાદન બનાવવાની ક્ષમતા છે.



(મુંબઇ બીપીસીએલ પ્લાન્ટમાં આગની ફાઇલ તસવીર)


તમને જણાવી દઇએ કે, ઓગસ્ટમાં મુંબઇના ચેમ્બૂરમાં બીપીસીએલ પ્લાન્ટમાં આગ લાગી હતી. આ આગ એક મોટા ધડાકા પછી લાગી હતી. આગને કાબુ કરવા માટે ફાયબ્રિગેડ વિગાની 1 ડર્ઝનથી વધારે ગાડીઓ આગ પર કાબુ મેળવવાના કામમાં લાગી હતી. સમગ્ર વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. આગ લાગ્યા બાદ પ્લાન્ટના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામાં કોઇપણ જાનહાનીના સમાચાર મળ્યા ન હતા.


ફાયરબ્રિગેડની ટીમ ઉપરાંત સ્થાનીક પ્રશાસન અને બીપીસીએલના મોટા અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત 2 ફોમ ટેન્ડર અને 2 જંબો ટેંકર પણ આગ પર કાબુ મેળવવાના કામમાં લાગ્યા હતા. મોટી સંખ્યામાં કર્મચારીઓ ત્યાંથી નીકળીને સુરક્ષિત સ્થળ પર પહોંચી ગયા હતા. પ્લાન્ટની આસપાસના વિસ્તારો પણ ખાલી કરાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં 21 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.