કોલંબો : શ્રીલંકાના રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને હટાવીને તેમના સ્થાન પર પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને વડાપ્રધાન નિયુક્ત કર્યા બાદ ઉત્પન્ન થયેલ રાજનીતિક સંકટ હવે લોહીળાય બની ચુક્યું છે. વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેના વિશ્વસ્ત અને પૂર્વ પેટ્રોલિયમ મંત્રી અર્જુન રણતુંગાના અંગરક્ષકોએ નવ નિયુક્ત વડાપ્રધાન મહિંદા રાજપક્ષેનાં સમર્થકો પર ગોળીઓ ચલાવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઇ ચુક્યું છે. મળતી માહિતી અનુસાર રાણાતુંગાના અંગરક્ષકોએ નવ નિયુક્ત વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના સમર્થકો પર પાંચ રાઉન્ડ ફાયર કર્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિએ છેલ્લા શ્વાસ લીધા અને બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ રીતે સીલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) પરિસરથી એક સુરક્ષા કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. આ દુર્ઘટના તે સમયે થઇ જ્યારે ક્રિકેટર પાસેથી રાજનેતા બનેલા રણતુંગાએ સીપીસીની મુલાકાત લીધી. આ દરમિયાન કેટલાક કર્મચારીઓએ ઓફીસમાં તેમની ગેરહાજરીનો વિરોધ કર્યો. જ્યારે રણતુંગાએ ઇમારતમાં પ્રવેશ કર્યો તો, નવા વડાપ્રધાન રાજપક્ષેના સમર્થકોએ તેમનો વિરોધ કર્યો અને નારેબાજી કરી હતી. 

પ્રદર્શનકર્તાઓએ જ્યારે તેમને બહાર નહોતા જવા દેવામાં આવ્યા, તો ગોળીઓ ચલાવવામાં આવી હતી જેમાં ત્રણ લોકો ઘાયલ થઇ ગયા.  અપુષ્ટ સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે, રણતુંગાના બે સુરક્ષાકર્મચારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રણતુંગા વિક્રમસિંઘેના સમર્થક છે જેમને રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ બર્ખાસ્ત કરી દીધા હતા. જો કે વિક્રમસિંઘેએ પોતાના સસ્પેંશનને બિનકાયદેસર અને અસંવૈધાનિક ગણાવ્યું છે. શુક્રવારે સિરીસેનાએ વડાપ્રધાન વિક્રમસિંઘેને બર્ખાસ્ત કરીને પૂર્વ દિગ્ગજ રાજપક્ષેને દેશના વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદથી જ રાજનીતિક સંકટ પેદા થઇ ગયું છે. 

આશા છે કે દેશમાં સોમવારે નવી કાર્યવાહક સરકાર શપથગ્રહણ કરશે. સસ્પેંશન બાદ વિક્રમસિંઘેએ સંસદનું તત્કાલ સત્ર બોલાવવાની માંગ કરી હતી જેથી તેઓ પોતાનો બહુમત સાબિત કરી શકે. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ 16 નવેમ્બર સુધી સંસદની હકાલપટ્ટી કરી દેવામાં આવ્યા હતા.