નવી દિલ્હીઃ ઈઝરાયલે આતંકીઓનો ખાત્મો કરવાનું મન બનાવી લીધું છે.. પહેલાં ગાઝા અને લેબનોનમાં ઈઝરાયલે આતંકીઓને શોધી શોધીને મારવાનું શરૂ કર્યું છે.. સોમવારે ઈઝરાયલે લેબનોનમાં 1600થી વધુ જગ્યાએ હુમલો કર્યો જેમાં 600 જેટલા લોકોના મોત નીપજ્યા છે.. દાવો છેકે, આ તમામ લોકો હિજબુલ્લાહ સાથે સંકળાયેલા હતા.. કહેવામાં આવી રહ્યું છેકે, લેબનોનનો ઈઝરાયલ પર આ હુમલો ઈતિહાસનો સૌથી ભીષણ હુમલો છે.. જુઓ આ રિપોર્ટ.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈઝરાયલના હુમલાથી દહેશતમાં હિજબુલ્લાહ
લેબનોનમાં ઈતિહાસનો સૌથી ભયાનક હુમલો
ઈઝરાયલના મિસાઈલ એટેકથી 600 લોકોનાં મોત


ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેનું યુદ્ધ વિકરાળ બની રહ્યું છે.. લેબનોન તરફથી જાણકારી આપવામાં આવી કે ઇઝરાયેલના હવાઇ હુમલામાં તેમના ઓછામાં ઓછા 600 નાગરિકોના મોત થયા છે.. લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ વિસ્ફોટો થયા બાદ હિઝબુલ્લા અને ઈઝરાયેલ વચ્ચે મહાયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.. ઈઝરાયેલે દેશમાં એક સપ્તાહ માટે ઈમરજન્સી જાહેર કરી છે.. ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ 30 સપ્ટેમ્બર સુધી સમગ્ર દેશમાં 'સ્પેશિયલ હોમ ફ્રન્ટ સિચ્યુએશન'ની જાહેરાત કરી છે.. 


મળતી માહિતી પ્રમાણે ઈઝરાયલે F16 ફાઈટર જેટથી લેબનોન પર હુમલો કર્યો..જેમાં લેબનોને આધિકારિક રીતે 492 લોકોના મોત થયા હોવાનો સ્વીકાર કર્યો છે. આ હુમલામાં 2000 જેટલા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. 2006 બાદ હિજબુલ્લાહ પર ઈઝરાયલનો આ સૌથી મોટો હુમલો છે.. 


ઈઝરાયલી હુમલાના ઘણા વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં સામે આવી રહ્યા છે..આ વીડિયોમાં હિજબુલ્લાહ સમર્થિત પત્રકાર લાઈવ ડિબેટમાં હાજરી આપી રહ્યો હતો તે જ દરમિયાન તેમના પર ઈઝરાયલી રોકેટનો હુમલો થયો.. હુમલાની આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ છે.. 


હુમલા પહેલાં ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ લેબનાનની જનતાને સંબોધન કરીને દેશ છોડવા માટે અપીલ કરી હતી.. તેમણે કહ્યું હતું કે, એવા લોકો જે હિજબુલ્લાહના આતંકીઓને સંરક્ષણ આપે છે અથવા તો જેમના ઘરમાં હથિયાર છૂપાયેલા છે તેઓ પોતાનું ઘર ખાલી કરી દે.. 


ઈઝરાયેલના હુમલાના ડરથી 10 હજાર લેબનીઝ દક્ષિણ ભાગ તરફ ભાગ્યા છે.. જેના કારણે સિડોનની બહાર મુખ્ય હાઇવે પર કારની લાંબી કતારો લાગી ગઈ છે.. આ ઉપરાંત, સરકારે દેશના મોટાભાગના ભાગોમાં શાળાઓ અને યુનિવર્સિટીઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે.. 2006માં ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેના યુદ્ધ બાદ આ સૌથી મોટું સ્થળાંતર માનવામાં આવે છે..


છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેની સીમા પારની લડાઈમાં સેંકડો લોકો માર્યાં ગયાં છે.. મૃતકોમાં મોટાભાગનાં હિઝબુલ્લાહ લડવૈયાઓ છે.. આ લડાઈના કારણે સરહદની બંને તરફ હજારો લોકો વિસ્થાપિત થયાં છે.. ઇઝરાયલી સેનાના જણાવ્યા પ્રમાણે આ ઉદ્દેશ્ય પૂર્ણ કરવા માટે હિઝબુલ્લાહની રૉકેટ છોડવાની ક્ષમતાને નષ્ટ કરવાની રહેશે.. તેમના લડવૈયાઓને સરહદ પાસેથી ખદેડવા પડશે અને હિઝબુલ્લાહની માળખાકીય સવલતોને તબાહ કરવી પડશે.