Jeff Bezos ની ભવિષ્યવાણી, `અવકાશમાં જન્મશે મનુષ્ય, પૃથ્વી પર ઉજવશે રજાઓ`
વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે ભવિષ્યવાણી કરી છે કે એક દિવસ અવકાશમાં માનવીનો જન્મ થશે. આટલું જ નહીં, અવકાશમાં જન્મેલી વ્યક્તિ એવી જ રીતે પૃથ્વી પર રજાઓ ગાળવા આવશે જેવી રીતે આપણે પાર્કમાં જઈએ છીએ.
નવી દિલ્હી: અંતરિક્ષ પર રાજ કરવા માટે ખજાનો ખોલનાર વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસે ભવિષ્યવાણી કરી છે કે એક દિવસ અવકાશમાં માનવીનો જન્મ થશે. આટલું જ નહીં, અવકાશમાં જન્મેલી વ્યક્તિ એવી જ રીતે પૃથ્વી પર રજાઓ ગાળવા આવશે જેવી રીતે આપણે પાર્કમાં જઈએ છીએ. સ્પેસ કંપની બ્લુ ઓરિજિનના માલિક જેફ બેઝોસે કહ્યું કે ભવિષ્યમાં અવકાશમાં શહેરો વસશે અને અહીંથી જ મનુષ્યનો જન્મ થશે.
બ્લુ ઓરિજિનના ભવિષ્યને લઈને વોશિંગ્ટનમાં યોજાયેલી ચર્ચામાં બેઝોસે કંપનીની યોજનાઓ, અવકાશ સંશોધન, પૃથ્વીને બચાવવા જેવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે અંતરિક્ષમાં વસાહતો વિશે કહ્યું કે તેઓ તરતા ઘરો જેવા હશે, જ્યાં પૃથ્વીનું હવામાન અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની નકલ કરવામાં આવશે. આ તરતા ઘરોમાં 10 લાખ લોકો બેસી શકે છે અને ત્યાં નદીઓ, જંગલો અને વન્યજીવો પણ હશે.
સદીઓ સુધી અવકાશમાં પેદા થશે લોકો, તેમનું પહેલું ઘર હશે.
બેઝોસે ઉમેર્યું હતું કે, 'સદીઓ સુધી લોકો અવકાશમાં જન્મશે અને આ તેમનું પહેલું ઘર હશે. તેઓ આ અંતરિક્ષ વસાહતોમાં જન્મ લેશે, પછી તેઓ પૃથ્વીની યાત્રા પર જશે. આ કંઈક એ રીતે હશે જેવી રીતે આપણે યલોસ્ટોન નેશનલ પાર્કમાં રજા માણવા જઈએ છીએ તેના જેવું જ હશે. બેઝોસે જણાવ્યું કે જ્યારે તેઓ અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમના એક ભાષણમાં તેમણે પહેલીવાર અંતરિક્ષમાં વસાહતો સ્થાપિત કરવાની યોજના પર પોતાના વિચારો શેર કર્યા હતા.
એમેઝોન કંપનીના માલિક જેફ બેઝોસે કહ્યું કે બીજા ગ્રહ પર જઈને ત્યાં ફરી જીવન શરૂ કરવા કરતાં અવકાશમાં સ્થાયી થવું વધુ સારું છે. બેઝોસે કહ્યું, 'જો આપણે મંગળને બદલીએ અથવા આના જેવું કંઈક નાટકીય કરીએ તો તે ખૂબ જ પડકારજનક અને બીજી પૃથ્વી બનાવવા જેવું હશે. પછી 10 થી 20 અબજ લોકો ત્યાં રહી શકશે.
'કોઈ જણાવશે 1947માં કયું યુદ્ધ લડાયું હતું? પદ્મ શ્રી પાછો આપવાની માંગ પર ભડકી કંગના રનૌત
મંગળ ગ્રહને લઈને એલોન મસ્ક પર નિશાન સાંધ્યું
તમને જણાવી દઈએ કે બેઝોસ અને તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી અબજોપતિ એલોન મસ્ક વચ્ચે પૃથ્વીની બહાર જીવન કેવી રીતે વિકસિત કરવું તે અંગે શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે. એલોન મસ્ક બેઝોસને પછાડીને અત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સનું મુખ્ય લક્ષ્ય મંગળ પર વસાહતો સ્થાપવાનું છે. આ રીતે બેઝોસે અવકાશમાં સ્થાયી થવાનો દાવ રમીને મસ્ક પર નિશાન સાધ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube