પશ્ચિમ આફ્રિકાના દેશ કેપવર્ડેમાં બોટ પલટી જવાની દુર્ઘટના ઘટી. અહીંના દ્વિપ સમૂહના તટ પાસે પ્રવાસીઓની બોટ સમુદ્રમાં ડૂબી ગઈ. જેમાં 60થી વધુ લોકોના મોત થયા છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશન (આઈઓએમ)એ બુધવારે જણાવ્યું આ અકસ્માતમાં 63 લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જ્યારે 38 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. જેમાં 4 બાળકો પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ મુજબ પોલીસે જણાવ્યું કે સોમવારે માછલી પકડનારી આ બોટ કેપ વર્ડે ટાપુથી લગભગ 150 સમુદ્રી મીલ એટલે કે 277 કિલોમીટર દૂર એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળી હતી. એવું કહેવાય છે કે માછલી પકડનારા સ્પેનના એક જહાજે તેને જોઈ હતી. ત્યારબાદ તેણે કેપ વર્ડેના અધિકારીઓને આ જાણકારી આપી. 


બોટ પર 101 લોકો સવાર હતા
રિપોર્ટ મુજબ કેપ વર્ડે ટાપુ યુરોપીયન સંઘના સ્પેનિશ કેનરી ટાપુ સમૂહના તટથી લગભગ 600 કિમી દૂર છે. આઈઓએમના પ્રવક્તા મસેહલીએ જણાવ્યું કે સાત લોકોના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે હજુ પણ 56 લોકોનો કોઈ અતોપત્તો નથી. તેમણે ક હ્યું કે સામાન્ય રીતે કોઈ બોટ અકસ્માત બાદ જ્યારે લોકોના ગુમ થવાની જાણકારી મળે છે તો તેમને મૃત માની લેવામાં આવે છે. બીજી બાજુ સેનેગલના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ બોટ 10 જુલાઈના રોજ સેનેગલના ફાસે બોયેથી નીકળી હતી જેમાં 1010 લોકો સવાર હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube