કાઠમાંડૂ: નેપાળના ભારતીય દૂતાવાસની ઓફિસની બહાર સોમવારે મોડીરાત્રે બોમ્બ બ્લાસ્ટ થયો. જોકે આ બ્લાસ્ટમાં કોઇને હતાહત થઇ હોવાના સમાચાર નથી પરંતુ કાઠમાંડૂ પોસ્ટના અનુસાર બ્લાસ્ટના લીધે ઓફિસની એક દિવાલ ક્ષતિગ્રસ્ત થઇ છે. મોરંગ કે એસપી અરૂણ કુમાર બીસીએ કહ્યું કે બ્લાસ્ટ બિલ્ડીંગની પાછળ ખુલ્લી જગ્યામાં થયો જેથી દિવાલને સામાન્ય નુકસાન પહોંચ્યું છે. પોલીસે જણાવ્યું કે આરોપીઓની શોધખોળ માટે તપાસ ચાલી રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસ અધિકારીઓએ નેત્રા બ્રિક્રમ ચંદની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળના કાર્યકર્તાઓનો હાથ આ બ્લાસ્ટ પાછળ હોવાની શંકા છે. પાર્ટીએ સોમવારે બિરાટનગરમાં હડતાળનું આહવાન કર્યું હતું. બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. 



પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર બે યુવક બાઇક પર દૂતાવાસ પાસે સોમવારે સાંજે પહોંચ્યા હતા. દૂતાવાસની પાછળની દિવાલ પર કૂકર બોમ્બ રાખવામાં આવ્યો હતો, જેમાં ટાઇમર લગાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે ટાઇમરની મદદથી જ વિસ્ફોટ કરવામાં આવ્યો. ઘટનાની સૂચના મળતાં જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. 


સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળ પહોંચી ગયા છે. ભારત-નેપાળ સીમા પર મોટી સંખ્યામાં જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. નેપાળ પોલીસના અનુસાર બોમ્બ રાખનારાઓની ઓળખ થઇ શકી નથી. જોગબની થાનાધ્યક્ષ અનિલ કુમાર સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે.