તમારૂ વેબ બ્રાઉઝર કેટલું ઝડપી છે? આવી ગયું છે નવું... જાણો
ઈન્ટરનેટ ચલાવવા માટે વેબ બ્રાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો ગૂગલ ક્રોમ અને મોઝીલા ફાયરફોક્સનો વેબ બ્રાઉઝર તરીકે પોતાના કમ્પ્યૂટર કે મોબાઈલમાં ઉપયોગ કરતા હોય છે, પરંતુ હવે એક નવું વેબ બ્રાઉઝર આવી ગયું છે. જેની ઝડપ આ બંને બ્રાઉઝર કરતાં વધુ તેજ છે.
ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ઈન્ટરનેટ ચલાવવા માટે વેબ બ્રાઈઝરનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો ગૂગલ ક્રોમ અને મોઝીલા ફાયરફોક્સનો વેબ બ્રાઉઝર તરીકે પોતાના કમ્પ્યૂટર કે મોબાઈલમાં ઉપયોગ કરતા હોય છે, પરંતુ હવે એક નવું વેબ બ્રાઉઝર આવી ગયું છે. જેની ઝડપ આ બંને બ્રાઉઝર કરતાં વધુ તેજ છે. આ વેબ બ્રાઉઝરનું નામ છે 'બ્રેવ'(Brave).
ગુગલ ક્રોમ અને મોઝીલા ફાયરફોક્સની સરખામણીમાં બ્રેવ બ્રાઉઝર જાહેરાતો અને ટ્રેકર્સને આપમેળે જ બ્લોક કરી નાખે છે. એટલે કે, તેની રચના જ એવા પ્રકારની છે કે જાહેરાતો બ્લોક થઈ જાય. જેના કારણે ગુગલ ક્રોમ અને ફાયરફોક્સની સરખામણીએ બ્રેવ બ્રાઉઝરમાં વેબસાઈટ ઘણી જ ઝડપથી ખુલે છે.
બ્રેવ બ્રાઉઝર તમારો સમય પણ બચાવે છે અને તમે જ્યારે પણ તેને ઓપન કરો ત્યારે તમે કેટલો સમય બચાવ્યો તેની ગણતરી તમને બતાવે છે.
[[{"fid":"226370","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Earth Overshoot Day : આજની સ્થિતિ રહી તો 2050 સુધી આપણને 3 પૃથ્વીની જરૂર પડશે...!
બ્રેવ બ્રાઉઝર થર્ડ પાર્ટી ટ્રેકિંગ પણ બાય ડીફોલ્ટ બ્લોક કરી દે છે. જેની સામે ગૂગલ ક્રોમમાં મોટા જાહેરાતદાતા જેવા કે ગૂગલ અને ફેસબૂક થર્ડ પાર્ટી કૂકીઝનો ઉપયોગ કરે છે, જેથી તમે કઈ વેબસાઈટ બ્રાઉઝ કરો છો તેને ટ્રેક કરી શકાય. થર્ડ પાર્ટી કૂકીઝ બ્લોક કરીને બ્રેવ બ્રાઉઝર ફેસબૂક, ગૂગલ અને અન્ય નેટવર્કને તમારી બ્રાઉઝિંગ ટેવનો ડાટા એક્ઠો કરતાં રોકે છે.
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે બ્રેવ તમારો બ્રાઉઝિંગ ડાટા તમારા કમ્પ્યૂટર પર સ્ટોર કરે છે, એટલે કે તેને તમે જ્યારે ઈચ્છો ત્યારે ડીલીટ કરી શકો છો. સાથે જ બ્રેવ ટોપ બ્રાઉઝિંગને સપોર્ટ કરે છે, જે તેને તમામ પ્રકારનું બ્રાઉઝિંગ કરવામાં સરળ બનાવે છે. જેની સામે ગૂગલ ક્રોમ બ્રાઉઝર તમારી બ્રાઉજિંગ હિસ્ટ્રી તેમના સર્વરમાં સેવ કરે છે, જેથી તેઓ તમારી ઈન્ટરનેટ સર્ચિંગની ટેવનો અભ્યાસ કરી શકે.
Earth Overshoot Day : આપણે દરરોજ પૃથ્વીને કાપી રહ્યા છીએ, જાણો કેવી રીતે.....
બ્રેવ બ્રાઉઝર તમારા વેબસાઈટ કનેક્શનને આપમેળે જ જોડી આપે છે, જેની સામે ગૂગલ ક્રોમમાં આવું ત્યારે જ શક્ય બને છે જ્યારે દરેકમાં HTTPS લીન્ક હોય. આ સાથે જ બ્રેવ બ્રાઉઝર ગૂગલ ક્રોમના તમામ એક્સટેન્શનને પણ સપોર્ટ કરે છે, જેમાં જાણીતા પાસવર્ડ મેનેજર્સ જેવા કે 'LastPass' અને '1Password'નો પણ સમાવેશ થાય છે.
બ્રેવ બ્રાઉઝરની એક મુશ્કેલી એ છે કે તે તમારી વેબસાઈટના કેટલાક પાર્ટને બ્લોક કરે છે, જેને તમે લોડ કરવા માગતા હોવ છો. જોકે, તેમાં મોટી મુશ્કેલી નથી. તેને લોડ કરવા માટે તમારે માત્ર લાયન આઈકન પર ક્લિક કરીને તેના શીલ્ડને ડાઉન કરવાનું રહે છે. બ્રેવના નવા બ્રાઉઝરમાં તો આ સમસ્યા પણ હવે નહીંવત જોવા મળે છે.
બ્રેવ બ્રાઉઝરની સ્પીડ જ એટલી બધી છે કે તમે તરત જ તેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દેશો. ખાસ કરીને તેમાં રહેલા પ્રાઈવસી અને સુરક્ષાના જે ફીચર્સ છે તે નફામાં છે. વિશ્વમાં અત્યારે 40 લાખ કરતાં પણ વધુ લોકો બ્રેવ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છે.
જૂઓ LIVE TV....