નવી દિલ્લીઃ બ્રાઝિલના રિયો ડી જનેરિયોમાં સ્થિત અટલાંટિક ફોરેસ્ટ એરિયાની પાસે એવો બ્રિજ બનાવાયો છે જે ખાસ કરીને ગોલ્ડન લોયલ ટેમરિન પ્રજાતિના વાનરો માટે છે. આ બ્રિજ પરથી વાનરો આરામથી રસ્તો ક્રોસ કરી શકશે અને અકસ્માત જેવી ઘટનાઓથી પણ બચશે. બ્રાઝિલમાં વાનરો માટે સરકારે અનોખા બ્રિજનું નિર્માણ કર્યું છે.  આ બ્રિજ પરથી તેઓ આરામથી જઈ શકે છે. આ બ્રિજનું નિર્માણ રિયો ડી જનેરિયોના એક વિસ્તારમાં થયું છે. એ સ્થળ પર રસ્તાની બંને બાજુ જંગલ છવાયેલું છે. એટલે અનેકવાર વાનરો રોડ ક્રોસ કરતા અકસ્માતનો ભોગ બને છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જણાવી દઈએ કે, બ્રાઝિલના આ એટલાન્ટિક ફોરેસ્ટ એરિયા છે જ્યાં અનેક પ્રકારના જાનવરો રહે છે. પરંતુ ત્યાં વચ્ચે જ હાઈવે પસાર થતો હોવાથી જાનવરો અનેકવાર રોડ ક્રોસ કરતાં સમયે ગંભીર અકસ્માતનો ભોગ બને છે અને વાનરોને ઈજા પહોંચે છે.  એટલું જ નહીં પણ તેનાથી રાહદારીઓને પણ ભારે હાલાકી  પડે છે. કેમ કે, રાહદારીઓ પણ અકસ્માતનો ભોગ બનતા હતા. આમ તો આ બ્રિજ ગોલ્ડન ટૈમરિન પ્રજાતિના વાનરો માટે બનાવવામાં આવ્યો છે. કેમ કે, સૌથી વધુ વાનરો જ આમ તેમ દોડાદોડી કરે છે. પરંતુ આ બ્રિજના નિર્માણથી વાનરોની સાથે સાથે અન્ય જાનવરોને ફાયદો થશે. કેમ કે, તેઓ આરામથી રસ્તો ક્રોસ કરીને જઈ શકશે.


ઉલ્લેખનિય છે કે, વર્ષ 2018માં યેલો ફીવરના કારણે ત્યાં 32 ટકા ગોલ્ડન લોયન ટૈમરિન પ્રજાતિના વાનરોના મૃત્યુ થઈ ગયા હતા. હવે ત્યાં માત્ર 2500 વાનરો જ રહ્યા છે. તેથી વાનરો માટે આ ખાસ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નિર્ણય વાઈલ્ડલાઈફ એક્સપર્ટ્સની સલાહ બાદ લેવામાં આવ્યો. મેટાપોપ્યુલેશન પ્રોજેક્ટના કાર્યકારી નિર્દેશક લુઈસ પાઉલો માર્ક્સ ફેરાઝે કહ્યું કે, બ્રાઝિલમાં ગોલ્ડન લોયન ટૈમરિન પ્રજાતિના વાનરો જો ઓછા થઈ જશે તો એક સમય એવો જ પણ આવશે કે આ પ્રજાતિ ક્યારેય જોવા જ નહીં મળે. એટલા માટે તેમને બચાવવા ખુબ જ જરૂરી છે. તેમને કહ્યું કે, બાકી રહેલા વાનરોની વાત કરીએ તો લગભગ 90 ટકા વાનરો આપણે ખોઈ ચૂક્યા છીએ.


તેમને કહ્યું કે, 2000 ગોલ્ડન લોયન ટૈમરિન વાનરો માટે લગભગ 25,000 હેક્ટયર્સ જંગલની જરૂર હોય છે. હાલ જે જંગલ છે તે વાનરો માટે પૂરતા નથી. કેમ કે, રોડ અને બિલ્ડિંગોના નિર્માણ માટે જંગલની જમીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બ્રિજનું નિર્માણ ગત વર્ષે કરાયું હતું. હાલ તે એકદમ તૈયાર થઈ ગયો છે.