બ્રાઝિલિયા: બ્રાઝિલના ફૂટબોલ સ્ટાર હલ્કની ભત્રીજી તેના ચોથા બાળકની માતા બનવાની છે. 35 વર્ષની કેમિલા એન્જેલો (Camila Angelo) હલ્કની પૂર્વ પત્નીની ભત્રીજી છે આથી તે રીતે જોઈએ તો તે તેની પણ ભત્રીજી થઈ. આમ છતાં બને લાંબા સમયથી રિલેશનમાં છે. ફૂટબોલ સ્ટારે ભત્રીજી પ્રેગનેન્ટ થવાની ખબર સોશિયલ મીડિયા પર આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રેમ ચડ્યો હતો ચર્ચાના ચગડોળે
ધ સનના રિપોર્ટ મુજબ બ્રાઝિલિયન સ્ટ્રાઈકર હલ્ક તેની પૂર્વ પત્ની ઈરાની એન્જેલોની ભત્રીજી સાથે 2019થી રિલેશનમાં છે. ગત વર્ષે તેણે ભત્રીજી સાથે ઘર વસાવવા માટે પત્ની સાથેના 12 વર્ષના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દીધુ હતું. આ 'વિચિત્ર' પ્રેમ બદલ હલ્ફની ઘણી ટીકા પણ થઈ હતી પરંતુ તેને તેનાથી કોઈ ફરક પડ્યો નહીં. 


2020મા થયા લગ્ન
હલ્કે તમામ આલોચકોને બાજુ પર હડસેલી પોતાની ભત્રીજી સાથે માર્ચ 2020માં લગ્ન કરી લીધા હતા. પહેલી પતિનીથી હલ્કને ત્રણ બાળકો છે. ફૂટબોલરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું કે તેની ભત્રીજી તેના ચોથા બાળકની માતા બનવાની છે. હલ્કે એક ફોટો પણ શેર કર્યો જેમાં તે અલ્ટ્રાસાઉન્ડ સ્કેન જોઈને પાતાની ખુશી વ્યક્ત કરી રહ્યો છે. 


પત્ની પર લગાવ્યા હતા આરોપ
હલ્કે ડિસેમ્બર 2019માં ભત્રીજી સાથે પોતાના સંબંધનો ખુલાસો કર્યો હતો. તેણે પોતાના પેરેન્ટ્સ અને કેમિલા એન્જેલોના ભાઈને બોલાવીને તેની જાણકારી આપી હતી. હલ્કનું કહેવું હતું કે તે કશું છૂપાવવા માંગતો નથી. આથી બધાને પોતાના સંબંધ અંગે જણાવી રહ્યો છે. પોતાની ભત્રીજીનું પતિ સાથે અફેર ખુલતા ઈરાન એન્જેલોને મોટો ઝટકો લાગ્યો હતો. તેણે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે હલ્કે તેને જિંદગીનું સૌથી મોટું દુ:ખ આપ્યું છે. જો કે ફૂટબોલરે આ બદલ તેની પત્નીને જ દોષિત ઠેરવી હતી. તેણે કહ્યું હતું કે ઈરાન તેની સાથે ખરાબ વર્તન કરતી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube