રિયો ડી જેનેરો, બ્રાઝીલઃ બ્રાઝીલના(Brazil) રંગારંગ શહેર રિયો ડી જેનેરોમાં(Rio De Janeiro) દુનિયાનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી તરતું(World's Tallest Floating Christmas Tree) મુકવામાં આવ્યું છે. મ્યુઝિકલ શો (Musical Show), રોશની (Lightning) અને આતશબાજી (Fireworks) સાથે આ સૌથી ઊંચા અને તરતા ક્રિસમસ ટ્રીનું (Floating Christmas Tree) ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું. આ સાથે જ ક્રિસમસના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. આ ક્રિસમસ ટ્રી 6 ડિસેમ્બર, 2020 સુધી તરતું રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એફે ન્યૂઝના રિપોર્ટ અનુસાર, ચમકદાર ધાતુથી બનેલા આ 230 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીને શનિવારે રોડ્રિગો ડી ફ્રીટાસ લેગુન ખાતે જુદા-જુદા પ્રકારની રંગબેરંગી રોશનીથી પ્રજ્વલિત કરાયું હતું. રિયો ડી જેનેરોના દક્ષિણ વિસ્તારમાં આ સૌથી પ્રતિષ્ઠિત સ્થળ છે. આ ક્રિસમસ ટ્રીના ઉદ્ઘાટન સમારોહમાં અસંખ્ય દર્શકો હાજર રહ્યા હતા.


[[{"fid":"245479","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


લગભગ 24 માળની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવતું આ વિશાળ ક્રિસમસ ટ્રી પાણીમાં તરતા 11 પ્લેટફોર્મ પર ઊભું છે. તેને 9 લાખથી વધુ LED બલ્બથી શણગારવામાં આવ્યું છે. વર્ષ 1996માં સ્થાપના થયા બાદથી આ શહેર પ્રવાસન માટેનું સૌથી આકર્ષક સ્થળમાંનું એક ગણાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....