હેડકીએ આ દેશના રાષ્ટ્રપતિની હાલત ખરાબ કરી, હોસ્પિટલમાં દાખલ, સર્જરી થઈ શકે છે
હેડકીનું કારણ જાણવા માટે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. ટેસ્ટ રિપોર્ટના આધારે ડોક્ટર નક્કી કરશે કે બોલસોનારોને સર્જરીની જરૂર છે કે નહીં.
બ્રાસિલિયા: બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને છેલ્લા કેટલાક દિવસથી સતત હેડકી આવે છે. માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિની સર્જરી પણ થઈ શકે છે. આ મહિનાની શરૂઆતમાં બોલસોનારોએ ડેન્ટલ ઈમ્પ્લાન્ટ કરાવ્યા હતા. ત્યારબાદથી તેમને સતત હેડકી આવે છે.
હજુ થઈ નથી સર્જરી
અલ ઝઝીરાના રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોને રાજધાની સ્થિત મિલેટ્રી હોસ્પિટલમાં લઈ જવાયા છે. અહીં હેડકીનું કારણ જાણવા માટે કેટલાક ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે. ટેસ્ટ રિપોર્ટના આધારે ડોક્ટર નક્કી કરશે કે બોલસોનારોને સર્જરીની જરૂર છે કે નહીં. આ બાજુ રાષ્ટ્રપતિ ભવન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે બોલસોનારો હવે સારું મહેસૂસ કરી રહ્યા છે. નિવેદનમાં કહેવાયું છે કે 2018માં એક ચૂંટણી રેલી દરમિયાન બોલસોનારોને પેટમાં ચાકૂ મારવામાં આવ્યું હતું. ત્યારબાદથી તેમની અનેક સર્જરીઓ થઈ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube