આંખમાંથી નીકળે છે લોહી...! વિદેશ જનારા ફરી સાવધાન! આ 17 દેશોમાં ફેલાયો કોરોના જેવો જીવલેણ રોગ
જો તમે વિદેશ યાત્રાની તૈયારી કરી રહ્યા છો, તો સાવધાન થઈ જજો. હાલમાં એક ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 17 દેશોમાં ખતરનાક વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
જો તમે વિદેશ યાત્રાની તૈયારી કરી રહ્યા છો, તો સતર્ક થઈ જાવ! હાલમાં એક ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાાસો થયો છે કે 17 દેશોમાં ખતરનાક વાયરસનો પ્રકોપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ખતરનાક બિમારીમાં આંખમાંથી લોહી નીકળવા વાળી બિમારી મારબર્ગ વાયરસ પણ સામેલ છે. આ ઘાતક બિમારી માત્ર ઝડપથી ફેલાઈ રહી નથી, પરંતુ ઘણા દેશોમાં યાત્રીઓ માટે ખતરાની ઘંટડી વાગી ચૂકી છે.
ડેલી મેલના એક અહેવાલ અનુસાર, એક્સપર્ટ્સે એ 17 દેશોમાં યાત્રા કરનાર લોકોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપી છે. જ્યાં આ ખતરનાક વાયરસનો પ્રકોપ જોવા મળ્યો છે. અત્યાર સુધીના સૌથી ઘાતક વાયરસોમાંથી એક 'મારબર્ગ વાયરસ' એ આફ્રિકી દેશ રવાંડામાં 15થી વધુ લોકોનો જીવ લઈ લીધો છો. આ વાઈરસ હેમરેજિક ફીવરનું કારણ બને છે, જેમાં શરીરના આંતરિક અંગ અને બ્લડ વેસેલ્સ પ્રભાવિત થાય છે. આ લક્ષણોમાં આંખ, કાન અને મોઢામાંથી લોહી નીકળે છે. આ સિવાય તાવ અને થાક મહેસૂસ થાય છે. તેના સંક્રમણથી પીડિત વ્યક્તિ ભૂત જેવો દેખાવા લાગે છે. મારબર્ગ વાયરસ માટે અત્યાર સુધી કોઈ વેક્સિન બજારમાં ઉપલબ્ધ નથી. સંક્રમિત વ્યક્તિઓના શરીરના તરલ પદાર્થ, દૂષિત વસ્તુઓ અને સંક્રમિત જંગલી પ્રાણીઓના સંપર્કથી આ રોગ ફેલાય છે.
આરોપૂચે વાયરસનો ખતરો
'સ્લોથ ફીવર' તરીકે ઓળખાતો ઓરોપુચે વાયરસ દક્ષિણ અમેરિકા અને કેરેબિયન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. બ્રાઝિલ, બોલિવિયા, કોલંબિયા, ક્યુબા, એક્વાડોર, ડોમિનિકન રિપબ્લિક, ગયાના, પેરુ અને પનામામાં તેનો પ્રકોપ જોવા મળ્યો છે. આ વાયરસના લક્ષણોમાં માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સાંધામાં જકડાઈ જવું, પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા અને ઉલ્ટીનો સમાવેશ થાય છે. આ વાયરસ લોહી-મગજના અવરોધને પાર કરી શકે છે અને એન્સેફાલીટીસ અને મોતનું કારણ બની શકે છે.
ક્લેડ-1 એમપોક્સનો ફેલાવો
Mpoxની ક્લેડ-1 સ્ટ્રેન હાલમાં રવાન્ડા, બુરુન્ડી, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કોંગો, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ગેબોન, કેન્યા અને યુગાન્ડામાં જોવા મળે છે. તેના લક્ષણોમાં તાવ, શરીર પર ગઠ્ઠો અને નબળાઇનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સાઓમાં તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.
વિદેશ યાત્રા કરનાર લોકો માટે નિર્દેશ
* ચેપગ્રસ્ત વિસ્તારોમાં પરંપરાગત સારવાર, અંતિમ સંસ્કાર અને જંગલી પ્રાણીઓના સંપર્કથી બચો.
* ચામાચીડિયા વાળી ગુફાઓમાં પ્રવેશ કરવાનું ટાળો.
* મચ્છરોથી બચવા માટે લાંબી બાંયના કપડાં પહેરો અને મચ્છર ભગાડનાર સ્પ્રેનો ઉપયોગ કરો.
* વિદેશ પ્રવાસ કરતા પહેલા તમારી સ્વાસ્થ્યની સ્થિતિ તપાસો અને આરોગ્ય નિષ્ણાતની સલાહ લો.
* આ ખતરનાક વાયરસથી બચવા માટે તકેદારી અને સાવધાની એ શ્રેષ્ઠ રસ્તો છે.
Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.