Taiwan Earthquake: 7.4 ની તીવ્રતા સાથે તાઈવાનમાં તબાહી મચાવતો ભૂકંપ, સૂનામીની ચેતવણી
Taiwan Earthquake: ભયાનક ભૂકંપથી તાઈવાનમાં તબાહીનો ખૌફ. અચાનક ભારે ભૂકંપના ઝટકાથી હલી ગયું આખું તાઈવાન. લોકો ઘરની બહાર દોડી આવ્યાં. ચારેય તરફ અફરાતફરીનો માહોલ.
Breaking News: જાપાન બાદ તાઈવાનમાં ભૂકંપ. ફરી એકવાર હચમચી ગયું છે તાઈવાન. અચાનક આવ્યો વિનાશક ભૂકંપ. 7.4ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર નોંધવામાં આવી. આ સાથે સુનામીની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. તાઈવાનમાં આજે એક મોટો ભૂકંપનો ઝટકો આવ્યો છે.
જેના કારણે આખો ટાપુ હચમચી ગયો અને ઈમારતો ધરાશાયી થઈ ગઈ. જાપાને દક્ષિણી ટાપુ જૂથ ઓકિનાવા માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. જાપાનની હવામાન એજન્સીએ ભૂકંપ બાદ 3 મીટર સુધીની સુનામીની ભવિષ્યવાણી કરી છે. લગભગ અડધા કલાક બાદ તેને કહ્યું કે સુનામીની પ્રથમ લહેર મિયાકો અને યેયામા ટાપુઓના દરિયાકિનારા પર આવી ચૂકી છે.
તાઈવાનની ભૂકંપ એજન્સીએ તીવ્રતા 7.4ની જણાવી છે, જ્યારે યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે તે 7.5 છે. ત્યારે ભૂકંપથી તાઈવાનના પૂર્વીય શહેર હુલિએનમાં ઈમારતોના પાયા હલી ગયા છે. ભૂકંપનો ઝટકો રાજધાની તાઈપેમાં અનુભવાયો છે.
કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે માપાઇ છે?
રિક્ટર સ્કેલ આંચકાની અસર
0 થી 1.9 ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે.
2 થી 2.9 હળવા કંપન
3 થી 3.9 કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9 બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે.
5 થી 5.9 ફર્નીચર હલે છે.
6થી 6.9 ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે.
7થી 7.9 ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9 ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે.
9 કે તેથી વધુ સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી.
ભૂકંપ આવે તો શું કરવું?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.