બ્રેક્ઝિટઃ બ્રિટિશ PM `જિદ્દી બાળક`, વિપક્ષે કહ્યું- કરવો પડી શકે છે તિરસ્કારનો સામનો
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનને વિપક્ષે રવિવારે `જિદ્દી બાળક` ગણાવ્યા છે. વિપક્ષી લેબર પાર્ટીએ જોનસનને ચેતવણી આપી છે કે પોતાની આ ગતિવિધિને લઈને તેને સંસદ અને સંભવતઃ અદાલતના તિરસ્કારનો સામનો કરવો પડી શકે છે.
લંડનઃ બ્રિટનના મંત્રીઓએ ભાર આપીને કહ્યું કે, 31 ઓક્ટોબર સુધી કોઈપણ સ્થિતિમાં યૂરોપિયન સંઘથી બ્રિટન અલગ થઈ જશે. પરંતુ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને સંસદમાં નવા કરાર પર બહુમત હાસિલ કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ યૂરોપીય કાઉન્સિલના અધ્યક્ષ ડોનલ્ડ ટસ્કને હસ્તાક્ષર વિનાનો પત્ર મોકલ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, વરિષ્ઠ મંત્રી માઇકલ ગોવે સ્કાઈ ન્યૂઝને કહ્યું કે, સરકારની પાસે 31 ઓક્ટોબર સુધી ઈયો છોડવા માટે સાધન તથા ક્ષમતા છે. ગોવે કહ્યું, 'વડાપ્રધાનનો સંકલ્પ પાક્કો છે અને સરકારની દ્રઢ નીતિ સમય સીમા મુજબ તેને પૂરી કરવાની છે.' તેમણે કહ્યું, 'અમે જાણીએ છીએ કે યૂરોપીય સંઘ અમને છોડવા ઈચ્છે છે, અમે જાણીએ છીએ કે અમારી પાસે એક ડીલ છે, જે અમને છોડવાની મંજૂરી આપે છે.'
આ રીતે ગોવના સહયોગી વિદેશ મંત્રી ડોમિનિક રાબે બીબીસીને કહ્યું કે, બ્રસેલ્સની સાથે એક નવી બ્રેક્ઝિટ ડીલને હાસિલ કરવા જોનસને સંદિગ્ધોને ખોટા સાબિત કર્યાં છે અને તેને વિશ્વાસ છે કે બ્રિટન હૈલોવીન સુધી ઈયૂ છોડી દેશે.
દુકાન લૂંટવા આવેલો બદમાશ વૃદ્ધા પાસેથી પૈસા લેવાની જગ્યાએ ચુંબન ચોડીને જતો રહ્યો, જુઓ VIDEO
જોસસને કરવો પડશે કન્ટેમ્પ્ટનો સામનો
તો બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનને વિપક્ષે રવિવારે 'જિદ્દી બાળક' ગણાવ્યા છે. વિપક્ષી લેબર પાર્ટીએ જોનસનને ચેતવણી આપી છે કે પોતાની આ ગતિવિધિને લઈને તેને સંસદ અને સંભવતઃ અદાલતના તિરસ્કારનો સામનો કરવો પડી શકે છે.
લેબર પાર્ટીના શૈડો ચાન્સલરે કહ્યું, 'તેણે સંસદની કે કોર્ટના તિરસ્કારનો સામનો કરવો પડી શકે છે કારણ કે તે સ્પષ્ટ રૂપથી પહેલા પત્રને મહત્વહીન કરી રહ્યાં છે અને તેના પર સહી કરી રહ્યાં નથી.' તેમણે કહ્યું, 'તે એક જિદ્દી બાળકની જેમ વ્યવહાર કરી રહ્યાં છે. સંસદે એક નિર્ણય લીધો છે, તેમણે તેનું પાલન કરવું જોઈએ અને પહેલા પત્રના વિરોધાભાસમાં બીજો પત્ર મોકલવા વિશે મારૂ માનવું છે કે આ સંસદ અને કોર્ટના નિર્ણયની વિરુદ્ધ છે.'
3 કેમ્પ નષ્ટ, આતંકીઓ સહિત પાકના 10 સૈનિક ઢેરઃ આર્મી ચીફ
શનિવારે મોકલેલા પત્રમાં શું હતું
શનિવારે રાત્રે યૂરોપીય પરિષદના અધ્યક્ષ ડોનલ્ડ ટસ્કને મોકલેલા હસ્તાક્ષર વિનાના પત્રમાં કહેવામાં આવ્યું કે, 'બ્રિટન તે પ્રસ્તાવ કરે છે કે આ (વિસ્તાર) અવધિ 31 જાન્યુઆરી 2020ની રાત્રે 11 કલાકે સમાપ્ત થઈ જશે. જો પાર્ટીઓ આ તારીખ પહેલા સંશોધન કરવામાં સક્ષમ રહી તો આ પ્રસ્તાવ કરે છે કે તે અવધિને તે પહેલા સમાપ્ત કરી દેવામાં આવશે.'