બ્રસેલ્સઃ યુરોપિયન યુનિનય(Eurpean Union) સોમવારે બ્રેક્ઝીટને (BREXIT) 3 મહિના સુધી ટાળવા માટે રાજી થઈ ગયું છે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન (Boris Jhonson) ચૂંટણી માટે દબાણ કરી રહ્યા છે, કેમ કે તેમના વિરોધીઓએ બ્રેક્ઝીટને થોડું પાછું ઠેલવા માટે તેમને વિનંતી કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ માત્ર 3 દિવસ પહેલાં જ યુનાઈટેડ કિંગડમનું 31 ઓક્ટોબરના રોજ રાત્રે 11.00 કલાકે યુરોપિયન યુનિયનમાંથી છુટૂં પડી જવાનું પાકું હતું. હવે, બ્રેક્ઝીટ ફરી પાછું લટકી પડ્યું છે. જેનું કારણ બ્રિટિશ રાજકારણીઓ હજુ પણ આ મુદ્દ એકમત થઈ શક્તા નથી કે ક્યારે અને કેવી રીતે છુટાછેડા લેવામાં આવે. 


ખૂંખાર બગદાદીને અમેરિકી કમાન્ડોએ દોડાવી દોડાવીને માર્યો, જાણો ખાતમાની ઈનસાઈડ સ્ટોરી


ઉલ્લેખનીય છે કે, બોરિસ જોન્સન 31 ઓક્ટોબરના રોજ બ્રક્ઝીટ ડીલ પાકી કરવાના 'કરો યા મરો'ના ઈરાદા સાથે જ વડાપ્રધાન બન્યા હતા, પરંતુ હવે સંસદમાં તેમનો પરાજય થયા પછી તેઓ આ ડીલને પાછી ઠેલવા માટે મજબુર બન્યા છે. 


સોમવારે બ્રેક્ઝીટ ડીલને જાન્યુઆરી સુધી પાછી ઠેલવાનો જ્યારે નિર્ણય લેવાયો ત્યારે 27 દેશોએ પણ તેમાં સહમતિ દર્શાવી છે. જોકે, યુકેની સાંસદ જો છૂટા પડવાની ડીલ પર વહેલા સહમતિ સાધશે તો આ ડીલ જાન્યુઆરી પહેલા પણ થઈ શકે એવી સંભાવના રાખવામાં આવી છે.  


યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટસ્કે એક ટ્વીટ કરીને જણાવ્યું કે, "યુરોપિયન યુનિયનના 27 દેશોએ બ્રેક્ઝીટના 'ફ્લેક્સિબલ એક્સટેન્શન' માટે તૈયારી દર્શાવી છે. 31 જાન્યુઆરી, 2020 સુધી બ્રિટનને 'ફ્લેક્સટેન્શન' (Flextension) આપવામાં આવ્યું છે. આ સાથે જ બ્રેક્ઝીટ ડીલને 3 મહિના પાછી ઠેલવા માટે બ્રિટન પાસેથી લેખતમાં પણ માગવામાં આવ્યું છે, જે આગામી 24 કલાકમાં સ્વીકારવામાં આવશે."


જુઓ LIVE TV.....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....