જોહનિસબર્ગ: ત્રણ આફ્રીકી દેશોની યાત્રા પર નિકળેલા વડાપ્રધાન નરેંદ્ર મોદી હવે અંતિમ પડાવ પર છે. ગુરૂવારે વડાપ્રધાનમંત્રીએ 10મી બ્રિક્સ સંમેલનમાં ભાગ લીધો અને તેને સંબોધિત પણ કરી. બ્રિક્સ દેશોની બેઠકથી અલગ પીએમ મોદીએ અહીં જોહાનિસબર્ગમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્રિપક્ષીય વાર્તા પણ કરી. હાલમાં આ ત્રણેય મોટા દિવસોની બીજી મુલાકાત છે. થોડા જ મહિના પહેલાં મોદી રૂસ અને ચીનની યાત્રા પર ગયા હતા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે વડાપ્રધાન નરેંદ્ર મોદીએ બ્રિક્સ બેઠક બાદ ચીની રાષ્ટ્રપતિ સાથે દ્રિપક્ષીય વાર્તા કરી. વિદેશ મંત્રાલયના અનુસાર બ અંને નેતાઓએ બોર્ડરની સ્થિતિ પર વિસ્તૃતરૂપે વાત કરી અને તે નક્કી કરવામાં આવ્યું કે બંને દેશોની સેનાઓને સીમા પર શાંતિ બનાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. આ ઉપરાં પીએમએ ભારત દ્વાર નિર્યાતનો મુદ્દો પણ ઉઠાવ્યો. ભારત ચીન પાસેથી મોટી માત્રામાં આયાત કરે ચે પરંતુ નિર્યાતની માત્રા ઓછી છે. મોદી સરકાર આ અંતરને ઓછું કરવા માંગે છે. આગામી 1-2 ઓગસ્ટના રોજ ભારત એક ડેલિગેશન આ મુદ્દે વાત કરવા ચીન જશે. 






તમને જણાવી દઇએ કે આ વર્ષે એપ્રિલમાં વડાપ્રધાન નરેંદ્ર મોદી એક ઇન્ફોર્મલ સમિત હેઠળ ચીન ગયા હતા. ચીનના વુઆનમાં બંને દેશોના સર્વોચ્ચ નેતાઓના ઘણા મુદ્દાઓ પર વાત કરી હતી, આ મુલાકાત કોઇ એજેંડા વિના હતી. માટે બંને દેશોએ દરેક મુદા પર ખચકાટ વિના વાત રાખી. જિનપિંગ સાથે મુલાકાત દરમિયાન પણ પીએમએ બંને દેશોના સંબંધો પર વાત કરી. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉપરાંત પીએમ મોદી રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા.
 
પીએમ મોદી અને પુતિને એકબીજાને વિશ્વાસ અપાવ્યો કે બંને દેશ ભવિષ્યમાં પણ સાથે મળીને કામ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચીન યાત્રાની તર્જ પર વડાપ્રધાન મોદીએ રૂઓસના સોચીની યાત્રા કરી હતી અને ઇન્ફોર્મલ સમિટમાં ભાગ લીધો હતો. 



તમને જણાવી દઇએ કે આ પહેલાં ગુરૂવારે સવારે બ્રિક્સ દેશોની બેઠક દરમિયાન વડાપ્રધાને પોતાના એજેંડા બધા દેશો સમક્ષ મુક્યા. આ દરમિયાન વડાપ્રધાન નરેંદ્ર મોદીએ દુનિયાને વધુ સારી બનાવવા ઔદ્યોગિક, પ્રાદ્યોગિક, કૌશલ વિકાસ તથા બહુપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂક્યો. મોદીએ જોહાનિસબર્ગ બ્રિક્સ શિખર સંમેલનમાં કહ્યું કે દુનિયામાં વિકસિત કરવામાં આવી રહેલી નવી ઔદ્યોગિક ટેક્નોલોજી અને પરસ્પર સંપર્કની ડિજિટલ પદ્ધતિ આપણા માટે અવસર પણ છે અને પડકાર પણ. 


તમને જણાવી દઇએ કે દક્ષિણી આફ્રીકા બીજી તરફ બ્રિક્સ સંમેલનની મેજબાની કરી રહ્યું છે. બ્રિક્સ સંમેલનમાં વૈશ્વિક મુદ્દાઓ, શાંતિ તથા સુરક્ષા, વૈશ્વિક શાસન અને વ્યાપારીક સંબંધો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન પીએમએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત બ્રિક્સના કેટલાક અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી. બ્રિક્સ સમૂહમાં બ્રાજીલ, રૂસ, ભારત, ચીન અને દક્ષિણ આફ્રીકા સામેલ છે.